________________
આગમત
તદ્દન જુદાં જ છે, કારણ કે સ્થાપના નિક્ષેપારૂપે કહેવા પદાર્થ શબ્દ નથી, તેથી નામનિક્ષેપ કહેવાય નહિં, તેમજ તમાd વિવુ પણ નથી કે જેથી વક્ષ્યમાણ કથન પ્રમાણે દ્રવ્ય નિક્ષેપે કહી શકાય. ફક્ત સાક્ષાત્ અથવા બુદ્ધિકલ્પિત આકાર માત્ર તેમાં છે, અને તેથી તે સ્થાપના જીવ કહેવાય.
હવે એ સ્થાપના, જીવને દષ્ટાંત દ્વારા બતાવે છે, અર્થાત સર્વ પદાર્થો આજ્ઞા ગ્રાહ્ય છે, પરંતુ એ આજ્ઞા ગ્રાહ્ય-સર્વ પદાર્થો પૈકી જે પદાર્થો દષ્ટાંતગ્રાહ્ય હોય તેને માટે અવશ્ય દષ્ટાંત કહેવું જોઈએ. જે ન કહે તે કથન કરનાર વક્તાને દેશને ભાગીદાર કહ્યો છે.
આ હેતુથી અહિં ઉદાહરણની યોગ્યતા સ્થાપના-જીવમાં હેઈ ઉદાહરણ કહે છે.
નામજીવમાં જ્યાં ધ્વનિને નામનિક્ષેપ રૂપે ગણ્યું છે, ત્યાં ધ્વનિ એ ઉફરસી પુદ્ગલે હેવાથી એમાં કેવી રીતે દષ્ટાંત આપી શકાય? માટે નામ-નિક્ષેપાને વર્જીને સ્થાપનામાં દષ્ટાંતને પ્રસંગ લીધો.
ભાષ્યમાં રેવત:-પ્રતિક્રુતિવત્ આ પ્રમાણે જે પદ છે, તેમાં દેવતા એ સ્ત્રી-દેવને ગ્રહણ માટે જ નથી, પરંતુ દેવ એ જ દેવતા એ અર્થ કરીને સર્વ-દેવેનું ગ્રહણ કરવાનું છે, તે દેવેની જે પ્રતિકૃતિ-પ્રતિબિંબ તે સ્થાપના-જીવ છે. તે ઈન્દ્ર, સ્કંદ (કાર્તિકેય) દેવનું પ્રતિબિંબ કાંઈ સાક્ષાત્ હજાર આંખોવાળું, શૂળને હાથમાં ધારણ કરવાવાળું અથવા તે મરના વાહનવાળું નથી. તેમજ તેથી અત્યંત ભિન્ન-સ્વભાવવાળું- તદ્દન જુદું પણ નથી, કારણ કે જુદું હેય તે તે પ્રતિબિંબને દેખતાં ઇંદ્રાદિનું સ્મરણ કેમ થાય? માટે જુદું પણ નથી, પરંતુ તેને સરખા પરિણામવાળું એટલે કે સાક્ષાત્ ઈન્દ્રને, સાક્ષાત્ સ્કંદને (કાર્તિકેય) જેવાથી જે પરિણામ થાય છે, તે પરિણામ પ્રતિબિંબ જેવાથી થાય છે, કારણકે તેવી પ્રતીતિને પ્રત્યક્ષ અનુભવ જોવાય છે.