________________
૨૭
પુસ્તક બીજુ
ઈન્દ્ર એટલે દેવેને સ્વામી. રૂદ્ર= શંકર, સ્કંદ =કાતિ સ્વામી, ભામા = સત્યભામા, વિષ્ણુ = વાસુદેવ. આ બધાયમાં રુદ્રાદિની શાસ્ત્રોમાં દેવ તરીકે પ્રસિદ્ધિ નથી, પરંતુ લેકરૂઢિની અપેક્ષાએ દેવતા કહેવાય છે, જે પ્રમાણે ઈન્દ્રાદિ-દેવેની પ્રતિકૃતિ સ્થાપન કરવામાં આવી હોય તે તે પ્રતિકૃતિને જેમ ઇંદ્ર વિગેરે ચપદેશથી બેલાવાય છે, તે પ્રમાણે કાષ્ઠકર્મ, પુસ્તકર્મ, ચિત્રકર્માદિમાં ભાવ રૂપે અને અક્ષ-નિક્ષેપાદિમાં અસદુભાવરૂપે જે શરીરનુગત-આત્માના સાક્ષાત્ અથવા બુદ્ધિકથિત આકારની સ્થાપના કરવામાં આવી હોય, તે તેમાં જીવ એ વ્યપદેશ થાય છે.
હવે દ્રવ્ય કહે છે –ભાષ્યમાં za a ત એમ કહ્યું છે તે રૂતિ સમાપ્તિ સૂચક નથી, પરંતુ પ્રકારવાચક છે, અર્થાત્ દ્રવ્યજીવ એ જે પ્રકાર આગળ કહેવાય છે તેની વ્યાખ્યા કરાય છે, એ અર્થ કરવાને છે.
દ્રવ્યમાં સાથે રહેનારા જે હોય તે ગુણ છે, અને અનુક્રમે થનારા તે પર્યાયે કહેવાય છે. જીવ-દ્રવ્યની અપેક્ષાએ ચૈતન્ય, આત્મિક-સુખ વિગેરે ગુણે છે, અને તિર્યચપણું, મનુષ્યપણું વિગેરે પર્યા છે. આ ગુણ અને પર્યાય બંને શબ્દને દ્રઢ સમાસ કરે, આ ગુણ અને પર્યાયથી રહિત એ જે જીવ તે દ્રવ્યજીવ કહેવાય એમ કહેવું.
શંકા -દ્રવ્ય અને ગુણને તે તમે અભેદ માને છે, અર્થાત દ્રવ્ય ગુણ વિનાનું ન હોય અને ગુણ દ્રવ્યથી કઈ દિવસ છુટા પડે જ નહિં, આમ અભેદ માને છે તે પછી ગુણ-પર્યાયથી રહિત એ જીવ તેને દ્રવ્યજીવ કહેવાય, એ કથન શી રીતે વ્યાજબી ગણાય?
સમાધાન –ઉપરનું તમારું કથન સાચું છે, દ્રવ્યમાં ગુણ -પર્યાયનું રહિતપણું થતું નથી, છતાં અહીં દ્રવ્ય-જીવના પ્રસંગમાં જે કહેવામાં આવ્યું છે, ત્યાં વાસ્તવિક રીતે ભેદ ન માનતાં બુદ્ધિ