________________
આગમત અવશ્ય હોવું જ જોઈએ, કારણ કે સાધન વગર સાધ્ય-સિદ્ધિ થઈ શકતી નથી.
આ કારણથી સાધનરૂપે સંવર અને નિર્જરા પણ કથન કરવા ચોગ્ય થયા. સાધન હેય- સાધ્ય હેય અને સાધક હેય છતાં પ્રતિબંધક જયાંસુધી હેય ત્યાં સુધી કાર્ય સિદ્ધ થતું નથી, મેક્ષ સાધ્ય છે. સંવર-નિર્જરા સાધન છે. અને જીવ સાધક છે, છતાં પ્રતિબંધક એવા આશ્રવ અને બંધ બને
જ્યાં સુધી હોય ત્યાં સુધી સાધ્યસિદ્ધિ થવાની નથી, પ્રતિબંધકાભાવ પણ સાધ્યની સિદ્ધિનું કારણ છે. આમ હોવાથી પ્રતિબંધક એવા બંધ અને આશ્રવને પણ જાણવા જ જોઈએ. કારણ કે જ્યાં સુધી તેનું સ્વરૂપ જાણવામાં ન આવે ત્યાં સુધી તેને અભાવ પણ શી રીતે થઈ શકે ? માટે આશ્રવ અને બન્ધ એ પણ અવશ્ય કહેવા લાયક છે.
જીવ અને અજીવમાં યદ્યપિ આશ્રવાદિ પાંચને અન્તર્ભાવ થઈ શકે છે, તે પણ ઉપરના કારણથી એ પાંચે સ્વતંત્રપણે પ્રતિપાદન કરવા એગ્ય છે. - અહીં કેવળ પદાર્થ-નિરૂપણ પુરતે જ પ્રયાસ નથી પરંતુ પદાર્થના નિરૂપણ સાથે એક્ષ-પ્રાપ્તિ પણ સાધ્ય છે. અને બાલ છે સાધ્ય, સાધન, પ્રતિબંધક ઈત્યાદિ સર્વ સ્પષ્ટપણે સમજી શકે તે માટે સાતે પદાર્થો સ્વતંત્ર રીતે કહેવા યોગ્ય છે જ !
શંકા - જ્યારે જીવા-જવાદિ સાત પદાર્થો ઉપર કહ્યા મુજબ સ્વતંત્રપણે કહેવા ગ્ય છે તે પછી જગત પ્રસિદ્ધ એવા પુણ્ય–પાપને શા માટે સ્વતંત્ર કહેવામાં ન આવ્યા?
સમાધાન - અહિં એવી રીતે પદાર્થનું નિરૂપણ કરવામાં આવ્યું છે કે સાધ્ય, સાધન, પ્રતિબંધક ઈત્યાદિના જ્ઞાન સાથે પદાર્થનું પણ જ્ઞાન થવું જોઈએ અને એક બીજા પદાર્થને એક બીજામાં અન્તભાવ પણ ન થ જોઈએ, એ પ્રમાણે ઈતરેતરાભાવ