________________
પુસ્તક-૧ લું ગ્રામ-ચેત્યથી થતા પ્રાસંગિક ફાયદાઓ,
શાસ્ત્રકારે પણ ગ્રામ–ચૈત્યના પ્રભાવને વર્ણવતાં સ્પષ્ટપણે જણાવે છે કે
કેટલાક ભવ્યાત્માઓ ભગવાન જિનેશ્વર-મહારાજનાં ચિત્યોને દેખીને પ્રતિબંધ પામે, કેટલાક ભવ્યાત્માઓ ભગવાન જિનેશ્વર મહારાજની નિષ્કલંક-વીતરાગ–મય-મૂત્તિને દેખીને પ્રતિબોધ પામે, તેમજ કેટલાક ભવ્યાત્માઓ ચૈત્યમાં ભગવાનનાં દર્શન આદિ કરવા આવતા. સાધમિક-કેના સંસર્ગથી માર્ગને પામે, તથા માર્ગમાં દઢ થાય.
વળી શાસ્ત્રકાર–મહારાજાએ ચૈત્ય અને મૂર્તિના ફાયદાને. અંગે જે સાધુમહાત્માઓની દેશનાને વર્ણવે છે, તે પણ સાધુ મહાત્માની દેશનાને સંભવ અને લાભ ગ્રામ–ચૈત્યમાં જવાથી મળે. સાધુમહાત્માઓનું નિયમિત આગમન અને તેથી તેમની દેશનાને. લાભ ગૃહત્યમાં મળવાને સંભવ ઘણે જ એ છ ગણાય, પરંતુ ગ્રામચિત્યની અંદર સાધુ-મહાત્માઓનું આવવું અને વ્યાખ્યાન. મંડપમાં તે મહાત્માઓની દેશનાને અવસર સ્વાભાવિક છે.
ગ્રામ-ચૈત્યમાં દર્શન કરવા જવાવાળા ભવ્યાત્માઓને મહાત્મા એનાં દર્શન અને તેમની વાણીના શ્રવણને લાભ મળે.
આ વાત જ્યારે ધ્યાનમાં રાખીશું ત્યારે જ ભગવાન હરિભદ્ર સૂરિજીએ સાધુ–મહાત્માના સંસર્ગથી થતા જે ફાયદાઓ જણાવેલા છે, તે ઉપર વાચકેનું ધ્યાન ખેંચાશે, ભગવાન હરિભદ્રસૂરિજી ફરમાવે છે કે –
" उपदेशः शुभो नित्यं, दर्शन धर्मचारिणाम् ।
स्थाने बिनय इत्येतत्, साधुसेवा-फलं महत् " ॥ અર્થાત્ સાધુ-મહાત્માના સંસર્ગ અને સેવનથી જિનેશ્વરભગવાનના માર્ગને ઉપદેશ જેમ ભવ્યાત્માઓને મળે છે. તેમ ધર્મિષ્ઠ-પુરુષોના દર્શન તથા વિનય કરવા લાયક મહાત્માઓના વિનયને. પ્રસંગ પણ મળે છે અને આ બધી વસ્તુ ગૃહ-ચૈત્યમાં ન બને.