________________
આગમળેત કેવલ અનાદિકના ત્યાગની નહિ, પરંતુ ત્રણ દિવસ પાણીને પણ જેમાં સર્વથા ત્યાગ કરવામાં આવ્યું છે, એવા ચઉવિહાર-અઠ્ઠમ તપની તપસ્યા ત્રણ દિવસના પૌષધ સાથે કરે છે, તેવા મહાનુભાવને તેવી જ ક્રિયા ચાલુ છતાં પણ સાધુ-મહાત્માના દર્શન અને સાધર્મિકના સમાગમને અભાવ થતાં જૈનધર્મથી વિપરીત-માન્યતાને વખત આવે છે.
વિપરીત માન્યતાના જોરે તેવા નંદ-મણીઆર સરખા પૂર્વકાળના સમ્યફત્ત્વ અને દ્વાદશત્રતધારી મહાપુરૂષને આર્ત-રૌદ્ર ધ્યાન થવાને પ્રસંગ આત્મા ઉપર શી રજેરી કરી દે છે, અને તે જ આ રૌદ્ર ધ્યાનની શિરજોરીથી તે નંદમણીઆર ધર્મકૃત્યેની ઉદાસીનતા કેળવી વાવડી, બગીચા અને અહિક-સુખાકારીનાં સાધને ઊભાં કરનાર અને લોકેને તે દ્વારા મેજ-મઝામાં જોડી આનંદ માનનાર થાય છે, અને પરિણામે બાહ્ય-સુખની હેરમાં લીન થયેલે નંદમણિઆર પોતાના જ જળાશયમાં પતે દેડકા રૂપે ઉપજે છે.
અહીં એ વાત ધ્યાનમાં લેવા જેવી છે કે જે સમ્યક્ત્વને ધારણ કરનારે મનુષ્ય જે આયુષ્ય બાંધતી વખતે અને કાળ કરતી વખતે સમ્યક્ત્વને ધારણ કરનાર હોય તે જરૂર વૈમાનિક સિવાય બીજું આયુષ્ય બાંધે જ નહિ, વળી જે દેશવિરતિને ધારણ કરનાર મનુષ્ય અયુત દેવકની સ્થિતિને ઉપાર્જન કરનાર થઈ શકે, એ સમ્યકત્વ અને દેશવિરતિને ધારણ કરનાર થયેલે નંદમણિઆર આવી દેડકા જેવી અધમ તિર્યંચની સ્થિતિમાં જાય એનું જે કાંઈ પણ મુખ્ય કારણ હોય તે તે સાધર્મિક સંસર્ગ અને સાધુની પર્યું પાસનાને અભાવે છે.
આવી રીતે સાધર્મિક-સંસર્ગ અને સાધુની પર્યપાસનાના અભાવથી થતા નુકસાનને સમજનારે સુજ્ઞમનુષ્ય કોઈ દિવસ પણ ગૃહત્ય કરતાં ગ્રામચૈત્યના મહિમાની અધિકતાને સમજ્યા સિવાય રહેશે નહિ.