SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ આગમત આ રીતે જ્યારે તીર્થસ્થાની અને તેમાં રહેલી ભગવાનજિનેશ્વરની મૂર્તિઓની વિશિષ્ટતા સમજવામાં આવશે, ત્યારે શાસ્ત્રકારેએ જણાવેલા તીર્થોના મહિમા અને તીર્થસ્થાને કરાતા પ્રતિષ્ઠા આદિ મહેત્સ તથા પૂજા-સ્નાત્રનાં મહાફળે બરાબર ધ્યાનમાં ઉતરશે, તીર્થસેવા સમ્યકત્વનું ભૂષણ છે. એ વાત તે સહેજે સમજાય તેવી છે કે પિતાના આત્માના ઉદ્ધારના માટે કરાતી પૂજામાં સામાન્ય રીતે બાહ્ય સ્વરૂપે ગૃહચિત્યમાં કે ગ્રામ–ચત્યમાં કે તીર્થ–ચૈત્યમાં તે વિશેષ ફરક કદાચિત ન પણ પડતો હોય તેમ છતાં એ વાત સહુને અનુભવ સિદ્ધ છે કેગૃડ-ચૈત્ય કરતાં ગ્રામ-ચૈત્યમાં અને ગ્રામ–ચૈત્ય કરતાં તીર્થ-ચૈત્યમાં પૂજા–પ્રભાવનાદિકમાં વીલ્લાસની અત્યંત અધિકતા હોય છે, છતાં પૂજા કરનારાના પરિણામની વિચિત્રતાને અંગે અને આત્મપરિણામની અગમ્યતાને લીધે કદાચિત વિપર્યાસ પણ થાય, છતાં વ્યવહારથી એમ કહી શકાય કે આત્માના શુભ-પરિણામની વૃદ્ધિ મુખ્યતાએ ગૃહ-ચૈત્ય કરતાં ગ્રામ-ચૈત્યમાં અને ગ્રામ-ચૈત્ય કરતાં તીર્થ—ત્યમાં અધિક થાય છે. આ કારણથી સમ્યક્ત્વસપ્તતિ વિગેરે ગ્રન્થમાં મહાપુરુષોએ સમ્યકત્વના ભૂષણમાં તીર્થસેવા નામનું ભૂષણ સમ્યકત્વને માટે જણાવ્યું છે, એટલું જ નહિ, પરંતુ બારીક દૃષ્ટિથી વિચાર કરીએ તે ધૈર્યાદિ પચે-ભૂષણેમાં તે તીર્થ સેવારૂપી ભૂષણને શિખર માફક ઉપર ગણવેલું છે. આટલું બધું છતાં પણ પૂજા કરનારના આત્માની અપેક્ષાએ ગૃહ-ચૈત્ય, ગ્રામ–ચૈત્ય અને તીર્થ–ચૈત્યોથી થતી વિશેષતા તરફ ઉદાસીન-ભાવ ધારણ કરીએ તે પણ ચતુર્વિધ-સંઘની સકલ વ્યક્તિએ જે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ છે. તેઓના શુભ પરિણામની વૃદ્ધિની અપેક્ષાએ તે તીર્થ–સ્થાનમાં થતી પૂજા પ્રભાવના અને થતા શાસનેન્નતિનાં અનેક-કાર્યો સમગ્ર-દેશના
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy