________________
પુસ્તક-૧ લું
સમગ્ર–સંઘને આત્માના શુભ-પરિણામની સ્થિતિ અને વૃદ્ધિ કરવા દ્વારા મેક્ષમાર્ગમાં અત્યંત ઉપકાર કરનાર થાય છે, આમાં બે મત થઈ શકે તેમ નથી.
ગૃહચૈત્યોમાં કરાતી પૂજા-ભક્તિ આદિ કાર્યોથી મુખ્યતાએ પિતાના કુટુંબને જ શુભ-પરિણામની સ્થિતિ અને વૃદ્ધિ આદિ થવાનું બને, ગ્રામ–ત્યમાં થતા પૂજા, સ્નાત્ર, અભિષેક અને પ્રભાવને આદિ કાર્યોથી મુખ્યતાએ તે તે ગામ-નગર અને શહેરને રહેવાસી હોય તેવા મુમુક્ષુઓને શુભભાવનાની સ્થિતિ અને વૃદ્ધિ દ્વારા અત્યંત ઉપકાર થાય, પરંતુ તીર્થ–સ્થાનના ચેમાં કરાતા પૂજા–સ્નાત્ર અને પ્રભાવના આદિ કાર્યોથી તે તે તીર્થસ્થાનમાં આવેલા લોકોને તે તે કાર્યો સાક્ષાત્ દેખવાથી આત્માના શુભ પરિણામની સ્થિતિ અને વૃદ્ધિ થાય છે, અને સાથે સાથે જે જે સ્થાનથી, જે જે દેશથી, જે જે શહેરથી અને ગામથી આવેલ છે તે મુમુક્ષુ જી હેય, ત્યાં તેઓની પ્રશંસા, સ્તુતિ અને અનુમોદનાના વાક્યોને પ્રભાવ તે તે તીર્થક્ષેત્રમાં, અન્ય ક્ષેત્રમાં અને પિતાની જન્મ ભૂમિના ક્ષેત્રમાં સતત વહેતા રહે, તેથી તે દ્વારા તે તીર્થક્ષેત્ર અને અન્યક્ષેત્ર અને જન્મભૂમિમાં રહેનારા ભવ્યજીને તે તે તીર્થક્ષેત્રમાં કરાતા પૂજા-સ્નાત્ર અને પ્રભાવના આદિ કાર્યો અત્યંત લાભ દેનારા થાય, તેમાં આશ્ચર્ય નથી.
આ કારણથી શ્રાદ્ધદિનકૃત્ય-સૂત્રની રચના કરનારા પૂર્વાચાર્ય મહારાજે ઉદ્ધાર વિગેરે કાર્યો પિતાના પૂર્વજો, પિતાના સંતાને અને તે સિવાયના પણ ભવ્યજીને અપૂર્વ–લાભ કરનારાં જણાવેલ છે.
જેવી રીતે તીર્થસ્થાનમાં કરાતાં પૂજા, સ્નાત્ર અને પ્રભાવના આદિ કાર્યો તે કરનારના આત્માને તથા બીજા આત્માઓને ઉદ્ધાર કરનારાં થાય છે, તેવી જ રીતે તે કાર્યો જે શાસ્ત્રની મર્યાદાથી વિરુદ્ધપણે હોય અને સ્વચ્છંદપણે માત્ર પોતાની બુદ્ધિથી કઘેલાં હોય તે તેવા કાર્ય દ્વારા અવિધિ અને સ્વછંદતાને ફેલાવો સમગ્ર દેશમાં વ્યાપક બની જાય, તે પણ અસંભવિત નથી.