________________
પુસ્તક-૧ લું
તીર્થસ્થાનના ચૈત્યની વધુ પ્રભાવકતા કેમ ? એ વાત તે નિર્વિવાદ છે કે
ભગવાન જિનેશ્વર-મહારાજની મૂર્તિની આરાધના તેઓના વિતરાગત્વાદિ–ગુણોના સ્મરણથી આત્માની શુદ્ધિને માટે તથા સમ્યગદર્શનની નિર્મલતા દ્વારા કર્મની નિર્જરા માટે હોય છે, અને તે સ્મરણ જ્યાં સુધી ભગવાન જિનેશ્વર-મહારાજના મુખ્ય--આકારમાં વિપર્યાસ થતું નથી, અગર શ્રાવકધર્મને પણ અનુચરિત બાહ્યસાધનને વિપસ થતું નથી, ત્યાં સુધી વીતરાગત્યાદિના સમરણાદિનું ધ્યેય બરાબર સાચવી શકાય,
પરંતુ જેવી રીતે ભગવાન જિનેશ્વર-મહારાજની મૂર્તિના આકારાદિદ્વારા તેમના ગુણનું સ્મરણ કરીને સમ્યગ્દર્શનની શુદ્ધિ થાય છે, તે અપેક્ષાએ મૂલસ્વરૂપ અને શ્રાવકધર્મથી અવિરુદ્ધ એવી સાધન-સામગ્રી ભાવનાને અબાધક થાય છે અને વૃદ્ધિ કરનારી થાય છે.
પરંતુ શાસ્ત્રકારે જેમ દેવતાએ બનાવેલી અગર દેવતાથી અધિષ્ઠિત થયેલી ભગવાનની મૂર્તિને આરાધનામાં વધારે ઉપયોગી જણાવે છે, અને વિધિપૂર્વક જે ચૈત્યોમાં પૂજા વિગેરે થતાં હોય અને સ્તુતિ-સ્તોત્ર વિગેરે ભણતાં હોય, તે ચૈત્યો અને મૂર્તિઓને વિશેષપણે સમ્યગ્દર્શનઆદિનું કારણ માને છે, તે અપેક્ષાએ વીતરાગત્વાદિ-ગુણ સરખા છતાં પણ વિધિવાળા અને સાતિશય એવાં ચૈત્યો ભવ્ય-જીવોને અત્યંત લાભદાયક નિવડે, એમાં બે મત નથી.
આજ કારણથી આત્માની શુદ્ધિ માટે કરવાના પ્રાયશ્ચિત્તો જે તેવા જ્ઞાની આદિક ન મળે તે તેવા અધિષ્ઠાયકવાળાં ચિત્યોદ્વારા કરવાનું શાસ્ત્રકારે જણાવે છે.
આ વસ્તુને વિચાર કરવામાં આવે તે તીર્થસ્થાનમાં રહેલી મૂર્તિઓની અધિક-આરાધ્યતા અને અધિક–પૂજ્યતા શાસ્ત્રકારોએ કેમ માની છે? અને લેકમાં કેમ પ્રચલિત થઈ છે? તેને ખુલાસો સમજાઈ જશે,