________________
આગમોત નહિ! પરંતુ ભગવાન જિનેશ્વર-મહારાજે સંસાર –સમુદ્રથી પાર ઉતારવા માટે નિરૂપણ કરેલ પરમ પવિત્ર ધર્મ પ્રાપ્ત થવે, તે પણ જેટલો મુશ્કેલ નથી, તેના કરતાં ઘણી મુશ્કેલી ધર્મની પરીક્ષા કરી ધર્મના વાસ્તવિક સ્વરૂપની અપેક્ષાએ ધમને અંગીકાર થાય તેમાં છે. પ્રભુ-મૂર્તિની આરાધ્યના પણ દુર્લભ છે.
જગત તરફ દષ્ટિ કરીશું તે સ્પષ્ટપણે માલમ પડશે કે
વિજાતીયથી ભિન્નતા ઓળખીને પદાર્થ ગ્રહણ કરવામાં જેટલી મુશ્કેલી પડતી નથી, તેના કરતાં સજાતીય જેવા લાગતા પદાર્થને ભેદ સમજીને શુદ્ધ પદાર્થને અંગીકાર કરે તે ઘણું મુશ્કેલ પડે છે.
લેઢા, પિત્તળ અને તાંબાથી રૂપાની ભિન્નતા જાણવી મુશ્કેલ નથી, તેના કરતાં કલાઈ, જસત, નિકલ જેવી સફેદ ગણાતી ધાતુએથી રૂપાની ભિન્નતા જાણવી ઘણી જ મુશ્કેલ પડે છે, તેવી રીતે ભગવાન જિનેશ્વર મહારાજની દેવ તરીકે આરાધ્યતા અને ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિની દેવ તરીકે જે આરાધ્યતા કરવાની તે પ્રાપ્ત થવી-જેટલી મુશ્કેલ નથી તેના કરતાં યથાસ્થિત–માર્ગને અનુસરતી એવી ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિની આરાધ્યતા પ્રાપ્ત થવી એ સામાન્ય રીતે મુશ્કેલ છે, તે પછી દુષમાકાલ કે જેની અંદર ભગવાન જિનેશ્વર મહારાજના માર્ગમાં પણ મત-મતાંતરને રાફડે ફાટેલે છે, તેવી વખતે ભગવાન જિનેશ્વર-મહારાજ અને તેમની મૂર્તિના સત્ય સ્વરૂપને જાણવાની અને આદરવાની સ્થિતિ પ્રાપ્ત થવી મુશ્કેલ હોય તેમાં આશ્ચર્ય નથી. પ્રતિમાની પૂજ્યતા સંબંધી રહસ્ય
જો કે કેટલાક તરફથી એમ કહેવામાં આવે છે કે-ત્રિલેકનાથ તીર્થકર ભગવાનની મૂર્તિની બાબતમાં વિધિ-અવિધિ આદિને ન દેખતાં કેવળ ભગવાન જિનેશ્વર મહારાજના વીતરાગત્વાદિસ્વરૂપનું ભાન કરાવનારા પર્યકાસનાદિનું સત્વ માત્ર દેખીને આરાધના-પૂજ-સેવામાં તત્પર રહેવું જોઈએ,