________________
૧૬
આગગાત તે લે છે, લઈને નન્દાવાવડીથી નિકળીને જે જગો પર સિદ્ધાયતન છે, ત્યાં આવવાનો નિર્ણય કરે છે. (સૂત્ર ૪૩)
“તે વખતે સૂર્યાભદેવતાને ચાર હજાર સામાનિક-દેવતા યાવત્ સેલ હજાર આત્મરક્ષક દેવતા અને બીજા પણ સૂર્યાભવિમાનમાં રહેવાવાલા દેવતા અને દેવીઓ કે જેમાં કેટલાકના હાથમાં કમળ છે, યાવત કેટલાકના હાથમાં શત-સહસ્ત્ર (લક્ષી પત્રનાં કમળે છે. તેઓ સૂર્યદેવતાની પાછળ પાછળ ચાલે છે.
તે પછી સૂર્યાભદેવતાને તાબે રહેલા ઘણા આભિગિક-દેવતા અને દેવીઓ જેમાં કેટલાકના હાથમાં કળશ યાવત કેટલાકના હાથમાં ધૂપધાણાં છે અને હર્ષવાળા-સંતોષવાળા થયા છતાં યાવત સૂયભદેવતાની પાછળ પાછળ ચાલે છે.
તે પછી તે સૂર્યાભદેવતા ચાર હજાર સોમાનિકની સાથે અને બીજા પણ ઘણું સૂર્યાભવિમાનના દેવતા અને દેવીઓથી પરિવરેલા સર્વ-ઋદ્ધિથી યાવત પડઘાના શબ્દોથી જ્યાં સિદ્ધાયતન છે. ત્યાં આવે છે, આવીને સિદ્ધાયતનના પૂર્વધારે પ્રવેશ કરીને જ્યાં દેવઈદે છે, અને જ્યાં જિનેશ્વર પ્રભની પ્રતિમાઓ છે, ત્યાં આવીને જિનેશ્વર ભગવાનની પ્રતિમાઓને દેખતાંની સાથે પ્રણામ કરે છે. આ પછી એરપછી ગ્રહણ કરે છે. અને મોરપીંછીથી જિન-પ્રતિમાઓનું પ્રમાર્જન કરે છે. મેરપીંછીથી પ્રભાજન કરીને અત્યંત સુગંધવાળા-પાણીથી જિનપ્રતિમાઓનું પ્રક્ષાલન કરે છે, પછી સરસ એવા ગશીર્ષ—ચન્દનથી જિન-પ્રતિમાને લેપ કરે છે. લેપ કરીને સુગન્ધવાળા ગધેકષાય-વસ્ત્રથી શરીરને લુંછે છે. જિન-પ્રતિમાને અહંત-દેવદૂષ્યનું યુગલ પહેરાવે છે. પછી ફૂલમાળા, ગધચૂર્ણ, વર્ણ વસ્ત્ર, આભરણ, એ બધું ચઢાવે છે. પછી ઉપરથી નીચે સુધી લાગવાવાળી એવી હેટી ગોળ અને લંબાયેલી ફૂલમાળાની શ્રેણિ કરે છે. પછી વાળ-ગ્રહણની માફક ગ્રહણ કરેલા અને હાથથી ફેકીને ચારે બાજુ વિખેરેલા પાંચ વર્ણના ફલેએ કરીને ફૂલપૂજાને ઉપચાર મુક્યો ન હોય તેવું કરે છે.
પછી જિન-પ્રતિમાની આગળ સ્વચ્છ–બારીક દ્રવ્યોથી બનેલા રૂપાના તલોએ કરીને અષ્ટમંગલનું આલેખન કરે છે,
તે આવી રીતે | સ્વસ્તિક યાવત દર્પણ, તે પછી ચન્દ્રપ્રભ-રત્ન-હીરા-વહૂર્યત્નને વિમલદંડ છે, જેને સોના-મણિ અને રનની કારીગરીથી આશ્ચર્યકારક એવા