________________
પુસ્તક ૧-લું શું ભગવાન ભેગી કહેવાય છે?
સૂત્રને જાણ્યા અને માન્યા વગર કેટલાક અજ્ઞાનીઓ તરફથી એમ કહેવામાં આવે છે કે ભગવાનની પ્રતિમાની પૂજા કરતાં ભગવાનનું ભેગીપણું થઈ જાય છે, તે તેઓએ વિચારવું જોઈએ કે દેવતાઈ છત્ર, ચામર, ભામંડળ, સિંહાસન અને દુંદુભિ જેવા વાજિંથી જે ભગવાનની હયાતીમાં ભગવાન ભેગી ગણાયા નહિં, તે પછી ભગવાનની પ્રતિમાની, નહિ કે સાક્ષાત્ ભગવાનની પૂજા કરવાથી ભગવાન નું ભેગીપણું થઈ જશે, એવું બોલનારા અને માનનારાઓને કેઈ અક્કલના બજારમાં જવાની વધારે જરૂર પડશે.
આ વાતને વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે ભગવાન જિનેશ્વર-મહારાજની પ્રતિમાની પૂજાને અધિકાર જે શ્રી રાયપણું અને શ્રી જીવાભિગમમાં છે, તે અને ભગવાનના જન્માભિષેક અધિકાર જે શ્રી જબૂદ્વીપ-પ્રજ્ઞપ્તિ (૪૩મું સૂત્ર)માં છે, તે ભવ્યજીની સમજણને માટે આપ ઉચિત ધારીએ છીએ.
તે વખતે સૂર્યાભદેવતા કેશના અલંકારો, માલ્યના અલંકાર, આભરણરૂપ અલંકારે, વસ્ત્રના અલંકારો એમ ચાર પ્રકારના અલંકારે કરીને અલંકૃત અને વિભૂષિત થયે, પછી સંપૂર્ણ—અલંકારવાળા સિંહાસનથી ઉઠીને અલંકારસભાથી પૂર્વના દ્વારે નિકળીને જ્યાં વ્યવસાય-સભા છે, ત્યાં આવે છે. વ્યવસાય-સભાને પ્રદક્ષિણા કરતે પૂર્વના દ્વારે પ્રવેશ કરે છે અને જ્યાં શ્રેષ્ઠ સિંહાસન છે, ત્યાં બેસે છે.
તે પછી તે સૂર્યાભદેવતાને સામાનિક–પર્ષદાના દેવતાઓ પુસ્તક–રત્ન આપે છે, તે વખતે તે સૂર્યાભદેવતા પુસ્તકરત્નને ગ્રહણ કરે છે, પુસ્તકરત્નને યોગ્ય સ્થાને મૂકે છે અને પુસ્તકરત્નને વાંચે છે, પુસ્તકરત્નને વાંચીને ધર્મ-સંબંધી પ્રવૃત્તિ સમજે છે, સમજીને પુસ્તકરત્ન પાછું મૂકે છે, પછી સિંહાસનેથી ઉઠીને વ્યવસાયસભાથી પૂર્વના દ્વારે નિકળે છે.
| નિકળીને જ્યાં નન્દા નામની વાવડી છે, ત્યાં આવે છે, અને નન્દાવાવમાં પૂર્વના તેરણે પૂર્વના પગથીયાંઓથી ઉતરે છે, ઉતરીને હાથ-પગ ધૂએ છે, અને કોગળા કરે છે, ચોફખો થાય છે, પરમ–પવિત્ર થાય છે અને પછી એક મોટો સફેદ-રૂપાને નિર્મળ એવો પાણીથી ભરેલો મદેન્મત્ત હાથીના મેઢાના આકાર જેવા કુંભ સરખો કળશ ગ્રહણ કરે છે અને ત્યાં જે ઉત્પલ-કમલ યાવત્ શત-સહસ્ત્ર (લક્ષ) પત્રવાળાં જે કમળો છે,