________________
પુસ્તક ચોથું
તેમ કેઈક આચાર્યથી, કઈક ઉપાધ્યાયથી, કેઈક સાધુથી પ્રતિબંધ પામી મેક્ષ પામે,
કોઈકને મોક્ષનું કારણ અનેતરપણે તીર્થ કરાદિકને પ્રતિબંધ ન બને અને ગણધરાદિકનું વચન અનંતર કારણ મેક્ષ માટે બને,
એવી એવી અનેક વિચિત્રતાઓ ભવ્ય-જીવને મોક્ષના માર્ગમાં અનુભવાતી હોય છે, તે સર્વ
વિચિત્રતાઓનું કારણ જ તથાભવ્યત્વ છે. ૭ પ્રશ્ન તથાભવ્યત્વ સર્વ ભવ્ય જેમાં હોય કે એકલા ત્રિલે
કનાથ–તીર્થકરપણે થવાવાળા માં હોય ? સમાધાન–પ્રતિબંધ પામવાવાળા સર્વ ભવ્ય માં પણ તથા
ભવ્યત્વ હેાય છે. અને ત્રિલેકનાથ તીર્થંકરપણે થવાવાળા જીવોમાં પણ તથાભવ્યત્વ હોય છે.
જેમ જગતમાં તદ્ વ્યક્તિ પણે દરેક વ્યક્તિમાં હોય છે, અને તે દરેક વ્યક્તિની અપેક્ષાએ દરેક વ્યક્તિમાં રહેલું રત-વ્યક્તિપણું ભિન્ન-ભિન્ન સ્વભાવવાળું હોય છે, તેવી રીતે દરેક-ભમાં તથાભવ્યત્વ રહેલું હોય છે અને તે દરેકમાં રહેલું તથાભવ્યત્વ જુદા જુદા સ્વભાવનું જ હોય છે
તેથી પ્રત્યેકબુદ્ધના તથાભવ્યત્વ સ્વભાવવાળા છે પ્રત્યેકબુદ્ધ થાય છે, સ્વયં બુદ્ધના તથા ભવ્યત્વના સ્વભાવવાળા જ સ્વયં બુદ્ધ થાય છે, બુદ્ધાધિત તથા ભવ્યત્વ-સ્વભાવવાળા જ બુદ્ધબોધિત થાય છે, ગણ ધરના તથાભવ્યત્વ-સ્વભાવવાળા છ ગણધર થાય છે, અને સામાન્યપણે સિદ્ધિ મેળવવાના તથાભવ્યત્વ–સ્વભાવ. વાળા જે સામાન્યકેવલી થાય છે, માટે દરેક મેક્ષે જવાવાળા ભવ્યજીમાં તથાભવ્યત્વ રહેલું છે અને તે જુદું જુદું છે. ઓ. ૪-૩