________________
આગમત ૮ પ્રશ્ન-ભવ્યત્વના કાર્યને અંગે ભેદો જણાવવા માટે જયારે
તથાભવ્યત્વ માનવામાં આવે છે, તે પછી તે તથાભવ્યત્વને મેક્ષે જવાવાળા માંજ માનવાની જરૂર શી? સૂકમપણામાં રહેલા અને હંમેશાં રહેનારા એવા જે ભવ્ય એટલે જાતિભવ્યોમાં તથાભવ્યત્વ કેમ ન માનવું ? એટલે મેક્ષે જવાવાળા જીવનમાં પરિપકવ થવાવાળું ભવ્યત્વ છે, તેથી તથાભવ્યત્વ છે એમ મનાય છે, તેની માફક સર્વકાળ સૂક્ષ્મમાં રહેવાવાળા જેમાં મેક્ષ નહિ પમાડવાવાળું
તથાભવ્યત્વ છે, એમ કેમ ન માનવું ? સમાધાન-આગળ જણાવી ગયા છીએ કે મેક્ષ પામવાની યોગ્યતા
જે જીવમાં રહેલી છે તેનું નામ ભવ્યત્વ છે ! હવે જો આપણને તે વાત સર્વકાળે સૂક્ષ્મપણામાં રહેવાવાળા જેને તથાભવ્યત્વ-સ્વભાવથી મેક્ષ પામવાની સર્વદાની અગ્યતા એમ માનવા જઈએ તે ભવ્યત્વ સ્વભાવ ઉડી જાય, માટે સર્વદા સૂક્ષ્મમાં રહેવાવાળાને તથાભવ્યત્વ ન માનતાં જેઓને સમ્યગ્ગદર્શનાદિકરૂપી મેક્ષની પ્રાપ્તિ થવાની છે, તેઓને પ્રાપ્તિના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પ્રતિપાતઅપ્રતિપાત હુસ્વ-દીર્ઘ પર્યાય, પુરૂષ વિશેષ, ગ-વચન વિશેષનું શ્રવણ-ક્રિયા વિશેષ દર્શન, પ્રતિમાદિકના સંગ વિગેરે અનેક વિચિત્રતાઓના નિર્વાહ માટે તથાભવ્યત્વ સ્વભાવ કે જે તેવી વિચિત્રતાને નિભાવી શકે છે તેને માનવાની જરૂર છે.
એટલે મેક્ષ માર્ગ પામનારા ભવ્યમાં જ તથાભવ્યત્વ માની શકાય, એકલા તીર્થકર મહારાજમાં જ તથાભવ્યત્વ હોય છે, એમ માનવું એ લલિતવિસ્તરા,
ગબિન્દુ, પંચસૂત્ર, પંચાશવૃત્તિ અને ચૂણિના પાઠોને જોતાં બરાબર નથી.