________________
પુસ્તક ચોથું
૨૩તેથી અનંતા-અનંત કાલથી રખડતા ભવ્ય પણ દ્રવ્ય-ચારિત્રને અનંતી વખત આદર કરનારા હોય અને તે અનંતી વખત ઉત્કૃષ્ટ ચારિત્રને દ્રવ્ય થકી આદરવાથી અનંતી વખતે નવરૈવેયકમાં જાય છે, તેથી સર્વ જેનું શાસ્ત્રકારોએ અનંતી વખત નવરૈવેયકમાં જવાનું જણાવ્યું, તે વ્યાજબી ઠરે છે.
એટલે એ ઉપરથી એ પણ સ્પષ્ટ થયું કે કેવળ ભવ્યત્વ માત્રથી મોક્ષમાર્ગરૂપ સમ્યગ્દર્શનાદિકની પ્રાપ્તિ થતી નથી, પરંતુ તથાભવ્યત્વના પરિપાકથી જ દરેક ભવ્યને સમ્યગ્દર્શનાદિકરૂપી મોક્ષમાર્ગની
પ્રાપ્તિ થાય છે. ૬ પ્રશ્ન-ભવ્યત્વ અને તથાભવ્યત્વમાં ફરકશે ગણ? સમાધાન-ભવ્યત્વ એ એક્ષપ્રાપ્તિની લાયકાત જણાવવાવાળે
ભાવ છે, પરંતુ કયા કાળે, કયા જીવથી સમ્યગ્દશનાદિકની પ્રાપ્તિ થવી તે તથાભવ્યત્વનું કાર્ય છે.
વળી અપ્રતિપાતીપણે મોક્ષ મેળવે, કે પ્રતિપાતી થઈને, ફરી સમ્યગ્દર્શનાદિ પામીને મેક્ષ મેળવે.
પડ્યા છતાં પણ માત્ર અંતર્મુહૂર્તકાળે બીજી વખત સમ્યક્ત્વ મેળવે કે સંખ્યાત, અસંખ્યાત કે અનંતકાળ પ્રતિપાતીપણામાં ચાલ્યો જાય અને પછી સમ્યગ્દર્શનાદિકરૂપી મેક્ષમાર્ગને પામીને મોક્ષને મેળવે.
કોઈક બે પાંચ ભવ ચઢતે—પડતે સમ્યકત્વ મેળવે, કેઈક અસંખ્યાત ભવ સુધી ચઢતે—પડતે સમ્યક્ત્વ મેળવે, કેઈ દેશવિરતિ મેળવીને સર્વવિરતિ મેળવે, કોઈ દેશવિરતિ વિના સર્વવિરતિ મેળવે,
કોઈક બે-ત્રણ વખત દેશવિરતિ મેળવીને સર્વવિરતિ મેળવે,