________________
આગમત
સમાધાન–જીવમાં ભવ્યપણને સ્વભાવ છતાં પણ સમ્યગ્દર્શનાદિના - સાધને જે મનુષ્યપણદિક વિગેરે મલ્યા છતાં પણ સમ્યગ્દર્શન
નાદિકની પ્રાપ્તિ થવી તે ભવ્યત્વના કાર્યરૂપ હોવા કરતાં તથાભવ્યત્વના કાર્યરૂપ છે, એમ શાસ્ત્રકારે સ્પષ્ટપણે જણાવે છે.
જો કે બીજને માટી, પાણી, હવા વિગેરે કારણો મળે તે જે તે બીજમાં અંકુર થવાની લાયકાત હોય તો તે બીજ જરૂર અંકુરાને ઉત્પન્ન કરે, તેવી રીતે અહિં પણ જે જે જેમાં મોક્ષ મેળવવાની લાયકાતરૂપી ભવ્યપણું રહેલું હોય તેઓને મેક્ષમાર્ગનાં કારણે મળે ત્યારે જરૂર સમ્યગ્દર્શનાદિક રૂપ મેક્ષમાર્ગ મળી જ જોઈએ.
તથા જેમ બીજમાં પૃથ્વી, પાણી, હવા વિગેરેને સંજોગ મળ્યા છતાં જો તે બીજ અંકુરાને જન્મ આપે નહિ તે તે બીજ શક્તિ વગરનું છે એમ કહેવું જ પડે, તેવી રીતે જે ભવ્યજીવ ગણાતું હોય તેને જે મોક્ષમાર્ગના કારણરૂપ મનુષ્યત્વાદિક સાધન મળ્યું હોય છતાં જે તે મેક્ષના માર્ગને ન મેળવી શકે તે તે જીવમાં મેક્ષની લાયકાત નથી અર્થાત્ અભવ્યપણું હોવું જોઈએ.
આમ નહિં કહેવામાં પ્રથમ કારણ એ છે કે પ્રથમ તે એકલા ભવ્યત્વને અંગે મેક્ષમાર્ગના કારણરૂપ સમ્યગ્દર્શ નાદિકની પ્રાપ્તિ થતી જ નથી, પરંતુ તે સમ્યગ્દર્શનાદિકની પ્રાપ્તિ તથાભવ્યત્વ સ્વભાવને લીધે જ થાય છે અને તેથી મોક્ષે જવાની લાયકાત રૂપી ભવ્યપણને ધારણ કરવાવાળા જી પણ તથાભવ્યત્વને પરિપાક ન થયે હેાય તેથી અનંતી વખત પણ સમ્યગ્દર્શનાદિકરૂપી મોક્ષમાર્ગના કારણને મેળવે છતાં પણ તેઓ સમ્યગ્દર્શનાદિકને પામી શકે નહિ.”