________________
૧૨
આગમત નિજ દર્શન પરદર્શન ધારક, અનુદન શુભ ભાવ ! જીવદયા સાધમિક ભક્તિ, જ્ઞાન ચરણ થિતિ લાવ!!
સયણ. ૮. લૂક ન દેખે દિનકર કિરણે તિમ મિથ્યામતિ વંદ! લાભ ન પેખે પણ શુભ દષ્ટિ; ધરી જિનવાણી નિસંદ !!
સયણાં. ૯. હદયે ભાવ ધરી શુચિ નિર્મલ, ગુરૂ વાણી ચિત રાખ! સિદ્ધાચલ ગિરિ ભેટન આયે, હૃદયે ધરી જિન ભાખ!!
સયણું. ૧૦. ધન કણ કંચન દારા સુત સહુ નહિ પરભવ શુભ હેત ! ભવ ભવ સુખ દઈ આપે શિવપદ, જિનવર ધર્મ સંકેત !!
સયણ. ૧૧. પુણ્ય ઉદયથી પાપે ચેતન, નરભવ આરજ ખેત ! ધર્મ શ્રવણ શ્રદ્ધા અનુસરતે સકલ કુટુંબ શુભસેત !!
સયણાં. ૧૨. દાન તીરથવ્યય ભોગ ને નાશ; દ્રવ્યતણી ગતિ ચાર! સમજી શાણ નર જિન તીર્થે, કરતા ભક્તિ પ્રચાર !!
સયણ ૧૩. સમજી શહેર સુરતથી સાથે લઈ ચઉવિત સંઘ સાર! નવલચંદ અંત આવે જીવનચંદ; ગિરિવર દર્શન કાર !!
સણ. ૧૪. ભટકે કાલ અનતે ભવમાં દીઠે ન જિન દેદાર! પ્રભુજી અબ તુમ શરણું પામી આનંદ લહીશું અપાર!
સયણ. ૧૫.