________________
આગમત
વળી જૈનેતર-નવાળાઓ એકલા સત્યશબ્દને આગળ કરનારા હોય છે, અને તેઓ યમ કે નિયમ કુશળધર્મ કે વ્રત સત્યના નામ ઉપરજ ચઢાવે છે, પરંતુ તેઓ જગતના પદાર્થોને વિભાગ તત્ત્વની દષ્ટિએ કે તત્વના નામે કરતા નથી, તેથી આત્મકલ્યાણ કે મેક્ષમાર્ગની આરાધનાને માટે વપરાતા વાક્યને સત્ય તરીકે ગણવા અને તે સિવાયના અમકલ્યાણ કે મોક્ષમાર્ગની પ્રતિકૂળતાવાળા વાકાને અસત્ય તરીકે ગણવા તૈયાર થયેલા નથી, અને તેથી તેઓને તત્વદૃષ્ટિને અનુલક્ષી બોલાતું સત્ય અને જગતની દષ્ટિ કે જે અસત્ય હોય તે પણ વ્યવહાર–ભાવના સત્ય તરીકે ગણીને સત્ય માનવું પડે છે અને તેને આધારે નિધન એવા મનુષ્યને પણ નામથી લક્ષ્મીપતિ હોય તે લક્ષ્મીપતિ કહે વ્યાજબી ગણે છે, અને તેવા અનેક વચને બાહ્ય-જગતની દષ્ટિથી તત્વદષ્ટિએ સત્ય નહિ છતાં સત્ય તરીકે ગણાય છે.
પરંતુ તેવા જગના વ્યવહારના સત્યને તત્ત્વદૃષ્ટિને જણાવનાર શ્રી જૈનશાસન જ સત્ય અને અસત્યથી જુદું પાડી વ્યવહાર ભાષા તરીકે ઓળખાવે છે. અને તેથી તે વ્યવહાર ભાષાને જૈનશાસ્ત્રકારો નથી તે સત્યની કટિમાં મુકતા, તેમ જ નથી તે અસત્યની કોટિમાં મુકતા, કેમકે તેવા વ્યવહાર-વાક્યને આત્મકલ્યાણ કે મેલ માની આરાધના કે વિરાધનાની સાથે સંબંધ રહેતે નથી.
આવી રીતે જૈનદર્શન અને જૈનેતરદર્શનોમાં સત્યાસત્ય અને અસત્યને અંગે સ્વરૂપને ભેદ છે એટલું જ નહિં, પરંતુ જૈનદર્શન કારે “સત્યને નિયમિત બોલવું જોઈએ” એવા અર્થને નિયમ સામાન્યજ્ઞાની માટે તે અશક્ય માને છે, પરંતુ પરમ જ્ઞાનીઓ પણ માટે સર્વથા અશક્ય માને છે.
કેમકે જૈન અને જૈનેતર દષ્ટિથી એ વાત તે સર્વ કોઈને કબૂલ જ કરવી પણ પડશે કે વિવેકી–મનુષ્યએ વચનને બોલતાં માત્ર સત્યપણાને જ વિચાર કરવાનું હોય છે એમ નહિં, પરંતુ