SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક થે' જે વચન બોલવામાં આવે છે, તે પિતે કઈ આવેશને લીધે બોલતે ન હોય, તેમજ શ્રોતાને જરૂરી-હિતકારક હોય. આ સ્થિતિ વિચારનાર મનુષ્ય એમ કહી શકશે કે બીજા વ્રતનું તત્ત્વજ એ છે કે વક્તાને જે વચન અહિત કરનારૂં ન હોય અને શ્રોતાને હિત કરનારું હોય, પરંતુ અહિત કરનાર ન જે હોય તેવું જ વચન બોલવું જોઈએ. એટલું જ નહિ, પરંતુ તવદષ્ટિએ અસત્યપણે નિશ્ચિત થયેલા એવાં વાક પણ વ્યવહાર-દષ્ટિએ જુઠની પ્રતીતિ કરાવતા હોય તેવાં વાક્ય વિવેકીઓને બોલવા પડે છે અને તેને માટે જૈન શાસ્ત્રકારોએ ભાષાના ભેદોમાં સત્ય અને વ્યવહાર એવી બે ભાષાઓ બેસવાનું રાખી અસત્ય અને ભેળવાળી ભાષા બોલવાને જ માત્ર નિષેધ રાખી બીજા મહાવ્રત તરીકે તેને જણાવી છે. તેથી જૈનદર્શનકારોએ બીજા મહાવ્રતને જુઠું નહિ બોલવું એવા નામે જ રાખેલું છે. હવે આ વિષયમાં વધુ વિચાર કરીએ તે મૃષાવાદથી જે દુખ થાય છે, તે સર્વ જીવોને થતું નથી, પરંતુ ભાવ-વિશેષને કે તેને ગુણ-અવગુણને જે જાણનાર હોય તેને જ થાય છે. એટલે કહેવું જોઈએ કે મૃષાવાદના વિષયમાં સર્વ પ્રજા પણ એક સરખી રીતે દુઃખના વિષયમાં આવતી નથી, તે પછી સર્વ જેના વિષયમાં સર્વ છે તે તેના વિષયમાં આવે જ કયાંથી? એવી જ રીતે અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ અને પરિગ્રહ વિરમણને અંગે પણ ઘણા વિચારને અવકાશ છે અને તેને જ લીધે જૈન શાસ્ત્રકારે પહેલાં હિંસાથી નિવર્તાવારૂપી મહાવ્રત સિવાય બીજા મહાવ્રતમાં સર્વ જેને વિષય તરીકે લેતા નથી અને દબંગ સવનીયા ૦ એમ કહીને પ્રથમ મહાવ્રતની અંદર જ સર્વ જેને વિષય તરીકે જણાવે છે.
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy