________________
Sonoon
વ્યાયાનાસાહ
| [શાસ્ત્રમ્પજ્ઞાતા, આગમતવપર્યાલેચક, આગમવાચનાદાતા ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આગમ દ્વારકશ્રીએ અતિ ગંભીર ચિંતનભર્યા આગ અને પ્રકરણને લગતા હજારે વ્યાખ્યાન આપેલા, જેમાંથી ઢગલાબંધ વ્યાખ્યાને હજી અપ્રકાશિત છે.
તેમાંથી મહત્વના વ્યાખ્યાને “આગમ ત” ના બીજા પુસ્તકમાં “પૂ. આગમ દ્વારકશ્રી-વ્યાખ્યાનસંગ્રહ” શીર્ષક તળે દર વખતે અપાય છે.
જેમાં પાંચમા વર્ષથી રાજપના લેક ઉપરના વ્યાખ્યાને અપાય છે.
આ વખતે પણ સુજ્ઞ વિવેકી વાચકેના આગ્રહથી વાંચનારાને શ્રેણિબદ્ધ તાત્વિક વિચારણાની સરળતા રહે, તેથી તે વ્યાખ્યાને અહીં તત્વષ્ટિવાળા પુણ્યાત્માઓના હિતાર્થે રજુ કર્યા છે.
સુજ્ઞ વિવેકી મુમુક્ષુ વાચકે અર્થગંભીર આ વ્યાખ્યાનના રહસ્યને ગુરૂગમથી સમજી જીવનશુદ્ધિના માર્ગે આગળ વધવાનું પુનિત બળ પ્રાપ્ત કરે એ શુભેચ્છા.
આ વ્યાખ્યાને પૂ. શાસન પ્રભાવક આચાર્યશ્રી હેમસાગર સૂરીશ્વરજી પાસેથી પ્રાપ્ત થયા છે.
યથામતિ વ્યવસ્થિત રીતે રજુ કરવા પ્રયાસ કર્યો છે. સં. ]