________________
વિચાર કરાય.
પુસ્તક ૧-લું
૨૫. અને ભોગ એ બે જાતિની વ્યવસ્થા કરવી જ પડે અને તે પ્રમાણે ક્ષત્રિય જાતિમાં પણ ઉગ્ર અને ભેગ નામની જાતિની કેમ વ્યવસ્થા કરી શકાઈ અને તે શી રીતે કરી? એ આપણે જોઈ ગયા પણું તે ક્ષત્રિમાં રાજન્ય નામના ત્રીજા ભેદની વ્યવસ્થા શા. માટે કરવી પડી ? અગર કેમ કરી ? એ વિચારવાનું હવે અસ્થાને નથી માટે તેને વિચાર કરીયે. ક્ષત્રિયમાં રાજ કેણુ અને શાથી?
વાચકોએ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે રાજન્ય શબ્દ રાજ શબ્દથી અપત્ય એટલે પુત્રના અર્થમાં તદ્ધિતને ય પ્રત્યય લાવીને બનાવવામાં આવ્યું છે.
અહિં પણ એ વિચારવા લાયક છે કે જેમ રાજાને પુત્રને જન્મ આપવાનો હોતે નથી, અર્થાત્ રાજાના શરીરથી કોઈ પુત્ર આદિની ઉત્પત્તિ થતી જ નથી, પણ રાજાના વંશમાં જન્મે તેટલા માત્રથી રાજન્ય કહેવાય છે.
આ ઉપરથી મનુષ્ય શબ્દને દેખીને જેઓ મનુથી ઉત્પન્ન થયેલા એટલે મન માતાથી વગર બાપે થયેલા એવા મનુષ્ય માને છે, તેઓએ સમજવાની જરૂર છે કે કેઈપણ મનુ નામની
વ્યક્તિ પુરુષરૂપે કે સ્ત્રીરૂપે હોય અને તેનાથી આ બધા મનુષ્યની ઉત્પત્તિ થઈ નથી. પણ મનવાળા એવા મનુની જાતિ એ જ મનુ છે.
આ રીતે રાજાની વંશ પરંપરાવાળા તે જ રાજન્ય ગણાય, અર્થાત ઉગ્ર અને ભેગ કુલવાળાઓ જેઓ ઉગ્ર દંડ કરનાર અને પ્રાંતેને સંભાળનાર થયા તેમની વ્યવસ્થા કરનાર અને સમગ્રના અધિપતિ તરીકે જે રાજ્યાભિષેકવાળા અને રાજ્યગાદી ઉપર આરૂઢ થયેલ ભગવાન શ્રી કષભદેવજી રાજા તરીકે થયા તેમની પરંપરામાં જે થયા અથવા જેઓ તે ભગવાનના કુટુંબી તરીકે હતા તેઓના વંશ અને પરંપરાવાળા રાજન્ય ગણાયા અને ગણાય તેમાં નવાઈ નથી.
આ.
૨