________________
પુસ્તક ૪-
અચળ ભક્તિ શ્રીજિનવરની, મૃદુતા દિવ્ય અંતરની ભૂલાવી અસ્મિતા સ્મરની, કહે કેણે ઉગાર્યા છે?
ગ્રહણ મહાપાપનું કરતા, અમાર્ગે નિત્ય સંચરતા, અધમ પથથી નહિ ડરતા, હૃદય કોણે ઉજાળ્યા છે,
અહિંસા સત્ય સંયમને, બતાવી તે જગત ભરને, જીવનના રિપુછંદને, કહે કોણે જ વાર્યા છે
કુટિલતા દેહની દાખી, અમરપદ મોક્ષને ભાખી, મીઠી તેની સુધા ચાખી, જીવન કોણે ઉજાળ્યા છે?
જગતને દિવ્ય જૈન, અજબ આનંદ આપે છે, પ્રભુ મહાવીરના વચને, સકલ ભવ બંધ કાપે છે?
UF જય ! શત્રુંજય ! ! ! જે ગિરિવરના પૂન્ય ગુંજને કર્ણપટે અથડાયા છે! પુનિત ભૂમિએ સિદ્ધગિરિની પુણ્ય તણી જ્યાં છાયા છે.
પતિત-જીવન પણ જે ભૂમિ પળમાં સદાકાળ પલટાવે છે, .. અમર શાંતિને સદા હૃદયમાં પુણ્યક્ષેત્ર જે લાવે છે ૧.
જ્યાં કઈ ભવ્ય જીવો આ જગતના પરમ મેક્ષ પદ પામી ગયા, સિદ્ધ બનીને અસંખ્ય આત્મા અમોઘ સુખના ભાગી થયા, જે ભૂમિથી સુખ શાંતિ પ્રેમની નિર્મળ સરિતા રેલે છે, દેહ અને દિલ એ બંનેમાં મોક્ષ ભાવ જ્યાં ખેલે છે. રાષ્ટ્ર