SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ આગમોત સામાયકવતનું શુદ્ધ રીતે આરાધના કરીને અનંતા મેસે ગયા છે. ઉપર બતાવેલ અધિકરણ સિદ્ધાંત પ્રમાણે આત્માને સંયમરૂપ માનનાર માણસ પણ અનેક વાતે આપોઆ૫ માની લે છે. સૌથી પ્રથમ એ સંયમની ઉત્તમતા સ્વીકારે છે. સંયમના ધારકેની ઉત્તમતા માને છે. આશ્રવની કનિષ્ઠતા માને છે. આ પ્રમાણે ઉત્તરોત્તર વસ્તુ માનીને એ પ્રમાણે આચરણ કરતાં અને સમ્ય. જ્ઞાન અને સમ્યગ્દર્શનની સમીપમાં જઈ પહોંચે છે. આમાનું સંયમરૂપ એ સંપૂર્ણ આત્મરૂપ છે, જ્યારે દર્શન અને જ્ઞાનસ્વરૂપ એ અપૂર્ણ સ્વરૂપ છે. ચારિત્રનાશે સર્વનાશ. કેટલાક કાર્યો એવા છે કે જેમાં ચારિત્રને વધ થતાં જ્ઞાનદર્શનને વધ થઈ જાય છે, સમજો ! એક પરમ શ્રદ્ધાળુ માણસ છે. એણે દેવદ્રવ્ય ખાધું. એ ખાધા છતાં એની મૂળ શ્રદ્ધામાં હરકત નથી આવી. એ એમ પણ માનતા નથી કે દેવદ્રવ્ય ખાવામાં દેષ નથી. એ એટલું પણ જાણે છે કે દેવદ્રવ્ય ખાઈશ તે ડૂબી જઈશ આટલું બધું હોવા છતાં એણે દેવદ્રવ્ય ખાધું એટલે એનું સમકિત રહેશે કે કેમ? આને ઉત્તર સાફ છે કે એણે પિતાના વર્તનમાં પિતાના આત્માને વશ ન રાખે અને ઉલટું આચરણ કર્યું, એટલે એના સમ્યગદર્શન અને જ્ઞાન બન્ને પલાયન કરી જવાના બીજું ઉદાહરણ-એક માણસ ધાર્મિક છે. તત્વતત્વને જ્ઞાતા છે, એણે સાથ્વીના ચતુર્થવ્રત ભંગનું પાતકકર્યું, પાતક કરવા છતાં એટલું તે માને છે કે આ કૃત્ય ખરાબ છે. છતાં એણે આચરણમાં વિચાર ન રાખે એટલે એનું સમ્યગ્દર્શન ઉડી જ જવાનું. એટલે જ્ઞાનદર્શન હેવા છતાં ચારિત્રની ખરાબીમાં એ ખરાબ થઈ જાય છે. ચારિત્રના સુધારામાં એ બને સુધરી જાય છે. આ વસ્તુ નિશ્ચયનય અને વ્યવહારનય બનેને માન્ય છે એટલાજ માટે શ્રીઉપાધ્યાયજી મહારાજે
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy