________________
૩૫
પુસ્તક ૩–જું સ્થાન છે? એઈએ. પહેલાં કાર્યકારણને સંબંધ એટલે શું? એ જાણીએ તે આપણે આ વાતનો વિચાર બહુ સારી રીતે કરી શકીશું જે સંબંધમાં એકજ હોય, ત્યાં બીજું જરૂરી હોય જ એનું નામ કાર્ય, અને જ્યાં એક હોય છતાં બીજાનું નિશ્ચિત અસ્તિત્વ ન હોય તે કારણ, જેમ માટી અને ઘડે. માટી એ કારણ છે અને ઘડો એ કાર્ય છે. જ્યાં ઘડે હોય ત્યાં માટી જરૂર હોયજ અને
જ્યાં માટી હોય ત્યાં ત્યાં ઘડે હોય જ એ નિયમ નથી તે એજ પ્રમાણે અહીં સમ્યગૂજ્ઞાન-દર્શનચારિત્રમાં પણ ચારિત્ર એ કાર્યરુપ છે અને જ્ઞાન-દર્શન એ કારણરૂપ છે. એટલે જેણે સંયમ રૂપ આત્મા માન્ય એણે ઘડારૂપ આત્મા માન્યું. આટલાજ માટે ઉપાધ્યાયજી મહારાજે આત્માને સંયમરૂપ માનવાનું કહ્યું. પણું આત્મસ્વરૂપ જ કેટલાક સિદ્ધાંત એવા છે કે અધિકરણ સિદ્ધાંત તરીકે ગણાય છે. અધિકરણ સિદ્ધાંત એટલે કહેવામાં એક વસ્તુ આવે અને એની પાછળ પાછળ બીજી અનેક વસ્તુ આપોઆપ ચાલી આવે. સમજે કે એક માણસે પિતાના નેકરને દહીં લાવવાની આજ્ઞા કરી. એ માણસ ગયે અને હાંડે ભરીને દહીં લઈ આવ્યો અહી આજ્ઞા માત્ર દહીં જ લાવવાની હતી. નહિ કે હાંડો લાવવાની છતાં હાંડે કેમ લાવે ? એજ પ્રમાણે જેણે “નમો અરિહંત' શબ્દ ઉચ્ચાર્યા એણે કેટલી વસ્તુ માની લીધી. સૌથી પહેલાં અરિહંત માન્યા. તેમને નમસ્કાર કરવામાં ફાયદે મા. શુભને બંધ અને અશુભની નિર્જરા કરવાનું માન્યું. કર્મતત્વ અને જીવતત્વને માન્યાં. ખરાબ કર્મોથી દુર્ગતિ અને સારા કર્મોથી સદ્ગતિ માની. કર્મની નિજ રાથી મોક્ષ માન્યો, અને એ નિર્જરા કરવા માટે અરિહંત ભગવાનની ભક્તિ માની. આટલું બધું એક “ સહિંતા” બેલવામાં માની લીધું. આનું નામ અધિકરણ સિદ્ધાંત, આટલી બધી વતુ જે માણસ સાચી રીતે માનવા લાગે, એ કરોડ સાગરોપમનું નરકનું આયુષ્ય તેડે એમાં નવાઈ શી ?