SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૩-જી જ્યાં સુધી એ વિરતિના પરિણામ ન થયા હોય ત્યાં સુધી સાચું જ્ઞાન ન કહેવાય. સમ્યકત્વ પામ્યા પછી બેથી નવ પામે દેશવિરતિ પણું=શ્રાવકપણું મળે છે. શ્રાવકપણું મળ્યા બાદ સંખ્યાતા સાગરેપમે ચારિત્ર-સર્વવિરતિ, તેથી સંખ્યાતા સાગરોપમે ઉપશમ શ્રેણિ અને તેથી સંખ્યાત સાગરેપમે ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ થાય છે. આ બધી ઉત્તરોત્તર પ્રાપ્તિને અંતિમ હેતુ એ છે કે-છેવટે ચારિત્રમેહનીયને ક્ષય કરે અને પછી આત્માના સ્વસ્વરૂપને પ્રાપ્ત કરવું =એટલે કે વીતરાગપણું પ્રાપ્ત કરવું. આ વસ્તુ જ્યારે ખ્યાલમાં આવી જાય, ત્યારે માણસ આત્માને જરૂર સંયમરૂપ માનવાને. આત્માને ચારિત્રરૂપ માનીએ એટલે સંયમરૂપ માન્ય ગણાય એ ચારિત્રરૂપ-સંયમરૂપ આત્માની કેટલી કિંમત છે? એ જાણવા માટે આટલું જ જાણવું બસ થશે કે સમ્યગજ્ઞાન અને સમ્યગૂદર્શન એ આત્માના બે મોટા ગુણ જરૂર છે, પરંતુ એ બન્ને મોટા ગુણે કેવળ એકજ સમ્યગૂચારિત્રની ઈચ્છા પછી આપોઆપ આવી જાય છે. એટલે સમ્યજ્ઞાન અને સમ્યગ્રદર્શન એ સમ્મચારિત્રની ઈચ્છારૂપ વૃક્ષના ફૂલ સમાન છે, વૃક્ષ હોય તે જ ફૂલ આવે. વૃક્ષ વગર ફૂલ કદી સાંભળ્યું છે? ત્યાં જેટલું વૃક્ષનું મહત્વ એટલું જ અહીં ચારિત્રની ઈચ્છાનું મહત્વ! જ્યાંસુધી ચારિત્ર-પ્રાપ્તિની ઈચ્છારૂપ વૃક્ષ નથી ઉગતું, ત્યાં સુધી સમ્યગ્ગદર્શન અને જ્ઞાન પણ રેકાઈ રહે છે. એટલે એ બન્નેને મુખ્ય આધાર ચારિત્ર ઉપર જ છે! મોહનીય કર્મ મહાનુભાવે ! શાસ્ત્રકાર મહારાજ ફરમાવે છે કે ચારિત્રમોહનીયના ક્ષય વગર કઈ પણ જીવ કેવળ જ્ઞાન-દર્શન મેળવી શકેજ નહિ. કેટલાક કાર્યો એવા હોય છે કે જે એક અવધારણાવાળા હોય છે. એટલેકે એક વસ્તુ લેતાં બીજી હોય જ છે, પરંતુ બીજી હોય ત્યારે આ૩-૩
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy