________________
આગમત કમાણું કરાવે તે માલને સંઘર અને ધર્મ કરાવે એ શરીરને સંઘરવું.
ઉપર કહેલ વાતને વિચાર કરીને ઘણા માણસે કહી દે છે કે ધર્મ ન થાય તે શરીરને સિરાવી દેવું. પરંતુ આ વાક્યા સાચી દાનતથી બેલાય છે ખરું? શાસકારે તે સાફ કહ્યું કે સમ્યગ્દર્શનાદિને લાભ થતો લાગે તે જિંદગી ટકા, નહિ તે એને લટકાવી દ્યો. અનશન કરીને એને અંત લાવે, પણ આનું પાલન ક્યાં થાય છે.? સાધુમુનિરાજ ધર્મલાભના નામે રાક લે છે, વસ્ત્રાદિ લે છે, પરંતુ એ લઈને આત્મસાધન ભૂલીને શરીર પિષણ કરે તો કેવું કહેવાય? અન્ન-વસ્ત્રાદિ લીધાં ધર્મના નામે વાપર્યા પીડપષણના કામે! નાણું લીધું કેઈ પેઢીનું અને જમા કરાવ્યું બીજી કઈ પેઢીમાં ! ધર્મલાભનું ઉચ્ચારણ કરીને રોટલ ટૂકડે પણ મેળવે તે તે શા માટે? આ શરીર ટકી રહે એ દષ્ટિએ. અને એ શરીર પણ શા માટે ટકાવવું? એ શરીરનું એકે એક ક્ષણ એવી શુભ પ્રવૃત્તિમાંજ વપરાય એટલાજ માટે. જે એમ ન થાય તે ધર્મના નામે ઉઘરાણું કરીને પિંડપોષણ કરાય તે એ આત્માની શી વલે થવાની? આ સ્થિતિથી બચવા માટે પોતાનું સ્વરૂપ સમજીને સમ્યગ્ગદર્શનાદિકમાં લીન થઈને એના સાધનમાં આ શરીરને સાર્થક કરવું જોઈએ. શરીરનો સદુપયોગ,
આ શરીર એ હાડકાને ઢગલે છે, લેહીની કથળી છે અને વિષ્ટાને ટેપલે છે અને શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ આત્માને એનો સંસર્ગ છે. એ સંસર્ગ મોક્ષ નહિ મળે ત્યાં સુધી અનિવાર્ય છે, અને એ સંસર્ગ તૂટશે નહિ ત્યાં લગી મોક્ષ થવાને નથી. એટલે આ બધું વિચારીને આપણે એવીજ પ્રવૃત્તિ કરવી જોઈએ કે જેથી એ શરીરને ઉપયોગ આત્માના મેક્ષમાર્ગના સાધનમાં જ થાય, અને એ ઉપયોગ કરવા માટે આહારાદિકને મેહ હંમેશાં દર કરતા રહેવું જોઈએ. આહારાદિકની વૃદ્ધિના જે આનંદ સમ્યગન્નાનાદિકની