SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ આગમત ભલા! જે નિદ્રા દેષરૂપજ છે તે પછી ઉંઘવાની છુટ કેમ આપી? કેટલાક કાર્યો એવા હોય છે કે જેમાં બે પગલાં આગળ વધીને એક પાછા પડવું પડે છે. અર્થાત્ બે પગલાં આગળ વધવું હોય તે પગલું એક પગલું પાછળ પડવાનું પણ મંજુર રાખવું પડે છે. ઠીક આજ હેતુથી નિદ્રા દેષરૂપ હોવા છતાં તેની છૂટ આપવામાં આવી છે. કેઈપણ ક્રિયા કરવામાં શરીર એ સર્વથી પ્રથમ જરૂરી વસ્તુ છે. અને એ શરીરને સ્વસ્થ રાખવા માટે આહારાદિક જેટલીજ-કદાચ એથી પણ વધારે-નિદ્રાની આવશ્યકતા છે, એ નિદ્રા ન લેવામાં આવે તે શરીર અસ્વસ્થ થઈ જાય અને તેથી એ પ્રતિજ્ઞાનું પાલન લગભગ સર્વથા બંધ પડી જાય, એટલા માટે શરીર સ્વસ્થ રહે અને નિદ્રાને થડે સમય બાદ કરતાં બાકીને બધો સમય પ્રતિજ્ઞાનું પાલન થતું રહે એટલા માટે નિદ્રાની છૂટ આપવામાં આવી છે. રાત્રિના બે પહેર જેટલી નિદ્રા લીધા બાદ માણસ દિવસના સમય દરમ્યાન અખંડ રીતે સ્વાધ્યાય કરી શકે છે. જે આ સ્વાધ્યાયાદિક ન કરાય તે એ નિદ્રાથી એકાંત દેષનું જ પિષણ થવાનું અને એટલાજ માટે અકાળ નિદ્રા કે દિવસની નિદ્રાને દૂષણરૂપ ગણીને એને નિષેધ કરવામાં આવ્યું છે. “મિ અંતે ના પવિત્ર ઉચ્ચારણ પૂર્વક ચારિત્રનું ગ્રહણ કરનારે આજીવન સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્રની કારણરૂપ, સ્વરૂપરૂપ, અને ફળરૂપ જે જે પ્રવૃત્તિ હોય તે દરેક તેણે કરવી જ જોઈએ. ભણવાના વખતે અભ્યાસ ન કરે તે દોષ. દર્શન કરવાના સમયે દર્શન ન કરે તે દેષ, સ્વાધ્યાયના સમયે સ્વાધ્યાય ન કરે તે દેષ અને ચારિત્રના અંગે વિનય, વૈયાવચ્ચ ન કરે તે પણ દેષ. આ સ્થાને એક વસ્તુ ખાસ સમજવા જેવી એ છે કે જે જે પ્રવૃત્તિ કર્તવ્યરૂપ હેય તે પ્રવૃતિ કરવામાં ફાયદો
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy