SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ ૨ પુસ્તક ૩-જું વખતે પણ તમે એવા કફેડા સગોમાં આવી પડયા છે. કેઈપણ પ્રકારની તમારી પ્રતિજ્ઞાભંગથી મન ઉપર થતી લાગણીઓને બીજી તરફ મૂકો, અને પછી જવાબ આપે કે કયું પલ્લું નીચુ નમે છે કયા પલ્લામાંની દુઃખની લાગણીઓનું વજન વધી જાય છે? તમારે કબુલ કરવું પડશે કે શરીરને થયેલ અસાતાથી ઉત્પન્ન થયેલ દુઃખ પ્રતિજ્ઞા ભંગના દુખ કરતાં વધી જવાનું, અને જ્યાં સુધી આવી સ્થિતિ કાયમ રહે ત્યાં સુધી સમજવું કે આપણે હજુ આપણા સાચા હિતને અને ખરા વિરીને ઓળખી શક્યા નથી. જયારે આપણે શરીરપાષણની ભાવના કરતાં આત્મશુદ્ધિની પ્રતિજ્ઞાની કિંમત વધારે આંકતા થઈશું ત્યારેજ આપણે સાચા જ્ઞાનાદિકના ઉપાસક ખરી સામાયિકના કરનારા બનીશું! કર્તવ્ય પ્રવૃત્તિ અને અચ્છિક પ્રવૃત્તિ. - સમ્યગ્દર્શનાદિકનું કાર્ય કરવાની પ્રતિજ્ઞાને અર્થ એ છે કે સમ્યગ્દર્શનાદિકના હેતુરૂપ, સ્વરૂપરૂપ અને ફળરૂપ જે જે કાર્યો હોય તે બધાને સ્વકર્તવ્યરૂપ ગણીને કરતાજ રહેવું અને એટલાજ માટે એ કાર્ય કરવામાં વિક્ષેપના કારણભૂત હોવાને કારણે નિદ્રાદિને પ્રમાદ તરીકે ગણવામાં આવેલ છે. કેમકે પ્રમાદ એ એક પ્રકારને દેષ છે ભલા માણસ ઉંઘતે હેય એ વખતે એવું શું કાર્ય કરે છે કે જેથી ઉંઘને દોષરૂપ માનવામાં આવે છે? ઉલટું જાગવા કરતા ઉંઘવા વખતે માણસ બીજી ક્રિયાઓમાં પ્રવૃત્ત ન હોવાના કારણે કેટલા દેશે નથી કરતે જયારે જાગતી વખતે તે જયણા વગર બેલવાચાલવા વિગેરેમાં અનેક પ્રકારના કર્મો બાંધે છે. નિદ્રા–પ્રમાદને દેષરૂપ માનવાનું એકજ કારણ છે કે મનુષ્ય જે સમ્યજ્ઞાનાદિકના કાર્યો નિરંતર કરતા રહેવાની જે પ્રતિજ્ઞા લીધી છે એ પ્રતિજ્ઞાને એટલા સમય માટે ભંગ થાય છે. નિદ્રાદિકમાં જેટલે સમય વધારે જાય એટલા અંશે એ પ્રતિજ્ઞાને વધારે ભંગ થવાને.
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy