________________
આગમત મેળવવાનું છે, તેટલું માને એટલે ભવ્યપણું કર્મના દબાણ વગરની પુદ્ગલની દખલગિરી વગરની અવસ્થા છે, તે હું મેળવી શકું ! આ ભાવ કોને હોય? તે જૈનને ! ભવ્ય હેય, તેને આ વસ્તુ અભવ્યના મગજમાં આવે નહિ.
અભવ્ય-ભવ્યમાં શીંગડા પુછડાને ફેર નથી. દબાણ દખલગિરી વગરની સ્વતંત્રતા માનનાર તે ભવ્ય અને અભવ્ય તે દખલ અને દબાણ વગરની અવસ્થા માને નહિ,
સ્વતંત્રતા છે, તે મેળવી શકીએ, તે મેળવવાના સાધન છે. બધું માને તે ભવ્ય ! શાના ઉપર? તે એક જીવ દ્રવ્ય માન્યું તેના ઉપર! આ કેદવાળી અવસ્થા છે. પણ કેદ સિવાયની અવસ્થા છે ખરી! તે અભવ્ય કેદમાં દ્રવ્યની અવસ્થા માને. જીવ દ્રવ્ય પહેલું માનવાની જરૂર પડે. અજીવ જાણેને. જીવમાં ગુણે ક્યા પ્રગટ થવાના! તે પ્રગટ થાય, તે શેમાં થવાના? તે જીવમાં. માટે જીવ દ્રવ્ય પહેલાં જાણવાની જરૂર. તે દ્રવ્ય કેઈ દિવસ નાશ પામનારું નહિ. લક્ષણમાં નહિ જવાવાળું તેવું દ્રવ્ય જૈનપણે માન્યું, તેના સાધને માન્યા, ખરેખર મેક્ષના સાધને છે, સંવર-નિર્જરા, આ ભવનું ભ્રમણ આ સાધન દ્વારા થાય છે, તે કયાં? આશ્રવ-બંધ દ્વારા એ આવું માન્યું. આસ્તિક થયે, ભવ્ય થયે. જીવ દ્રવ્ય અનાદિ અનંત જાણયું તેથી તે અવસ્થાવાળું છે. અવસથા કેઈને કેઈ હોય છે. છતાં જીવનું સ્વતંત્રપણું કેણ માને? તે ભવ્ય, તેના સાધને છે તે માન્યા પાપ કે આશ્રવ બંધ છે તેમ માન્યું. આટલા સુધી ચડયો છે. ઊંચે ચઢેલાંને ચકરી સ્વાભાવિક આવે. નીચે ચાલનારને રેગ હોય તે જ કરી આવે, ઊંચે ચડે તેને ચકરીને નેતરું કરવું. તેમ સમજવું. જે નીચા ચાલે તેને ચકરીનું નેતરું નહિ.
તેમ છવ દ્રવ્ય નિત્ય સર્વકાલ અવસ્થા સ્વતંત્ર, સ્વતંત્ર સિદ્ધ થાય છે. તે માન્યા, સાધક, બાધકે માન્યા. સાધકના રસ્તે જવાનું