SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક ૨-જું કાયામાં રહે. પરંતુ કેદી તે કેદી. તેની મુક્ત દશા એક જુદી. ગયા ભવ કે આવતા ભવની અત્યારે કેદીની અવસ્થા છે. ફક્ત સગવડવાળી કે સગવડ વગરની કેદ ! કેદ તે કેદ! દેવતાને સગવડવાળી ને નરકને અગવડવાળી ને મનુષ્યને સગવડ-અગવડવાળી, કાયાના કેદખાનામાંથી નિકળવાનું કઈ જગે પર? તે વિચારવાની દૃષ્ટિ તેનું નામ જન. ગયેલા કે આવતા ભવને વિચાર કરે ત્યાં આસ્તિકપણું. કાયાની કેદને સમજે, તેમાંથી નિકળવા માંગે. કાયાને આધીન, માટે બધું અનુભવવું પડે છે. એની પરાધીનતાથી મારે સુખ–દુઃખ અનુ. ભવવું પડે છે. તે લક્ષ્યમાં આવે ત્યારે કાયાની કેદમાંથી હું નિકળું ! તેનું નામ ભવ્યપણું. કાયાની કેદમાંથી નિકળવાનું, જીવનું શુદ્ધસ્વરૂપમાં સ્વતંત્ર રહેવાનું જેમાં કેઈની દખલગીરી ને દબાણ નહિ. જ્યાં જ્યાં કર્મનું દબાણ કે પુરૃગલની દખલગીરી હોય ત્યાં ત્યાં આત્માની સ્વતંત્રતા નથી. જેમ આ જગતમાં બીજાના દબાણને દખલગીરીને સમજનારો તે પિતાના સ્વતંત્રપણાની કિંમત થતી સમજે. તેમ અહિં પુણ્ય –પાપ, કાયા બાહ્ય પુદ્ગલ તે દબાણ ને દખલગિરી કરનાર છે કેમકે જીવને જાણવું હોય, ચાખવું હોય, ગધ લેવો હોય, રુ ૧ જેવું હોય, શબ્દ સાંભળ હોય તો ઈદ્રિય આગળ ધરે તે જ! આફ્રિકાનું પણ સાચું સોનું ઈગ્લેન્ડની બેંક દ્વારા કિંમતી તેમ સ્પર્શ રસ ગંધ રૂપ શબ્દ છે. તે જાણવાની ઈચ્છા છે પણ તેના સાધન આગળ લાવે ત્યારે. કમનું દબાણ-પુદ્ગલની દખલગિરી ચાલે, છતાં આત્માને સ્વતંત્ર માનવાને તૈયાર થાય. તેની વ્યાખ્યા કઈ? તે ન સમજે તે કમનું દબાણ અને પુદગલની દખલગિરી ને સ્વતંત્રતા માનીએ ! તમે જૈન કયારે? જ્યારે જીવમાં કર્મનું દબાણ અને પુદગલની દખલગિરી ન જોઈએ, તેવું માને તેથી આત્માને સ્વતંત્રતા મળે તે? સ્વતંત્રતા માને તે ! એ મળે છે,
SR No.540007
Book TitleAgam Jyot 1972 Varsh 07
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1972
Total Pages260
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy