________________
-
પુસ્તક ૧-લું
૫૯. સ્પષ્ટ છે કે એ મીશનરી લેજના એક રાજ્યપલટાની ને પ્રજાપલટાની માત્ર ઉષા છે. અજ્ઞાનીઓને છેતરવાની દિશા છે. અર્થાત્ જાતિમદ જેઓએ પહેલાંની જીંદગીમાં કર્યો હોય, તેઓ ચાહે તે આર્યક્ષેત્રમાં જન્મ પામે કે ચાહે અનાર્યક્ષેત્રમાં જન્મ પામે પણ અદષ્ટરૂપ કર્મથી જાતિભેદના ફળને તે દવાનું જ છે.
ધ્યાન રાખવું કે હલકી ગણાતી ઢેડની જ્ઞાતિમાં પણ તેની અપેક્ષાએ ઉચ્ચ-નીચપણું રહેલું છે, તે પછી અનાર્ય જાતિમાં ઉચ્ચ-નીચપણું નથી, એ માનવું કેવળ ભદ્રિક મનુષ્યને રહેમાવવાનું જ છે.
વળી ધ્યાન રાખવાની જરૂર છે કે જગતમાં ખરાક, બુદ્ધિ, તપ, ઋદ્ધિ આદિની મહત્તા જીરવવી મુશ્કેલ હોય છે, તેથી તે ખેરાક આદિનાં અજીર્ણો થાય છે. અને તે રાક આદિના અજીર્ણના પરિપાકની વખતે તે અજીર્ણ કરનાર ખેરાકને જ છોડવાની દશા ફરજીઆત પણે ઉભી થાય છે. તેવી રીતે ભવિષ્યમાં ચાહે તે આર્ય ક્ષેત્રમાં જન્મ પામનાર હોય કે અનાર્યમાં પણ ત્યારે જાતિની ઉચ્ચતા જે મળી હોય તેનું અજીર્ણ થાય અને અન્ય જાતિવાળાને અનાદર તિરસ્કાર અને દુઃખી કરવા યાવત્ અમાનુષિક વ્યવહાર તે ઈતર તરફ ચલાવવા તૈયાર થાય, ત્યારે કરેલા કામને બદલે આપનારી કદરત તે સહન કરી લે? એમ અક્કલવાળે મનુષ્ય માની શકે ખરા? - વળી જ્યારે એવી જાતિની અજીર્ણતાના ફળ આર્યોને ભેગવવા જ પડે એમ માનવાની ફરજ પડે અને માનીએ, તે પણ કુદરત એ કંઈ અનાર્યતાથી હારી જવાવાળી ચીજ તે નથી જ કે જેથી અનાર્યપણું થાય એટલે જાતિ સંબંધી કરેલી તમાખીને બદલે ન જ આપે અને આગળ આપેલ રાકના અજીણની રીતિએ તેવા તુમાખી ખેર અનાર્યપણુમાં જન્મે તે પણ તેની તુમાખીને બદલે ઈન્સાન કહે કે કુદરત કહે એ આપ્યા વિના ન રહે.
આ ઉપરથી આટલી જ વાત નક્કી કરવાની કે જાતિના ભેદ જન્મથી કે કર્મથી આર્યોમાં હોય અને અનાર્યમાં પણ અન્ય અન્ય કારણેએ જાતિના ભેદે તે હોય છે જ. અને તે પ્રમાણે જાતિભેદે માનવા પણ પડે જ છે.”