________________
આગમત - આ ઉપરથી ત્રિવસંસાધનમંતરે' ઈત્યાદિ વાળે માત્ર ધર્મની ઉપાદેયતા અને એ પણ સ્વીકારી છે, એટલું જ સિદ્ધ કરવા પુરતા ઉપયોગી છે. કેમકે એમ ન માનીએ તે “ન તં વિના ય મવતો ર્જાનો” એટલે ધર્મ વગર અર્થ અને કામ થતા નથી એમ જણાવી ધમની ઉપાદેયતા અર્થ અને કામના સાધન તરીકે જે જણાવવામાં આવી છે, તે કોઈ પણ પ્રકારે જૈનદષ્ટિને કે અધ્યાત્મ વાદને અનુકુળ થઈ શકે તેમ નહિ.
કદાચિત બાહ્યદષ્ટિવાળાને માર્ગ પ્રવેશ માટે પ્રાથમિક દષ્ટિએ અર્થ અને કામના સાધન તરીકે પણ ધર્મનું ઝરવાલાયકપણું હોય તે પણ ઉપદેશકોએ તે અર્થ અને કામના વિષયને સાધ્ય તરીકે ગણાવાય જ નહિ, અર્થાત્ અર્થ અને કામના વિષયને સમગ્ર અધિકાર મુખ્યતાએ તે હેય જ હોય, છતાં કંઈક જગેએ અનુવાદ કરવાલાયક ગણાય છે તે જુદી વાત છે, પણ વિધેય કે ઉપાદેય તે તે બે ગણાય જ નહિ.
અર્થાત્ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારને પુરુષાર્થ કહે કે વર્ગ કહે પણ તેનો મતલબ એટલીજ કે જે આ ચાર વતના ધ્યેયથી જ જગતમાં પ્રવત વાવાળા હોય છે, પણ તેટલા માત્રથી મોક્ષ કે ધર્મની માફક અર્થ અને કામની ઉપાદેયતા ગણાવાની તે ભૂલ થવી જોઈએ જ નહિ.
જેવી રીતે સાધ્ય પદાર્થની અપેક્ષાએ છના ચાર વર્ગો કરવામાં આવ્યા છે તેવી રીતે પ્રવૃત્તિ અને તેના ફળની અપેક્ષાએ જીવ માત્રના છ વર્ગો કરવામાં આવેલા છે. તેમાં પણ ઉત્તમોત્તમપણું અને ઉત્તમપણું જ માત્ર સાધ્ય તરીકે ગણાયપણ અધમાધમ, અધમ, વિમધ્યમ અને મધ્યમપણું તે આદરવાલાયક કે સાધ્ય તરીકે ગણવાલાયક નથી, અર્થાત એ છે ભેદ પણ અર્થકામ ધર્મ અને મોક્ષની માફક કેવળ વર્ગીકરણરૂપે જ છે.
* શ્રી તત્વાર્થ સૂત્ર ભાષ્યની સંબંધકારિકા(૪ થી ૬)માં આનું વર્ણન છે.