________________
આગમત
ભગવાનને અનુપમ વાસે:
આજનું જૈન શાસન એ ભગવાન શ્રી મહાવીરદેવે જૈન સંઘને આપેલ વારસે છે. જગતમાં ઐહિક પદાર્થોને વારસે ઘણા માબાપ પિતાના સંતાનને આપે છે, અને જુદા જુદા ધર્મગુરૂઓ પિતાના ચેલાઓ માટે પણ જબરા ધનભંડાર મુકી જાય છે. પરંતુ એ વારસો શાંતિ આપનાર ન નીવડતાં કલહ આપનાર નીવડે છે. જ્યારે ભગવાને આપેલ ધર્મવૃત્તિને વારસો એ મહાન, એ સુંદર અને એ શાંત છે કે જે આપણને અનંત શાંતિ આપવાને શક્તિમાન છે.
ભગવાને જે દિવ્ય સંપદાને વારસો જૈન જગતને આપે છે તેની જૈન સંઘે યથાપ્રકારે રક્ષા કરી છે, એ વારસાને ઉપભે છે, અને તેને શણગાર્યો પણ છે. હવે એ વારસાને માટે આપણે કેવી લાયકાત ધરાવીએ છીએ? તે દર્શાવવાની હજી આપણે માથે ફરજ રહેલી છે અને એ ફરજની પૂર્ણતા તે જ આજના આપણા ધર્મ કાર્યો છે.
મળેલ વારસાની જવાબદારી નિભાવવામાં સાચું જૈનત્વ છે:
આજના યુગના સુધારકો આવા પરમ પવિત્ર જીવનના ધારક ભગવાન શ્રી મહાવીરદેવને પણ સમાજ સુધારક માને છે, અને તેમણે સમાજ સેવા કરી હતી એવું કહે છે. આ તેમનું કથન સર્વથા અનુચિત છે.
ભગવાનશ્રી મહાવીરદેવે સમાજસેવા કરી નથી પરંતુ સંસારવાસીઓને તેમણે પરમહિને માર્ગ દર્શાવ્યો છે.
ભગવાને મુક્ત શબ્દોમાં જણાવી દીધું છે કે–સમાજની અભિવૃદ્ધિ એટલે પાપપંકમાં પગલાં માંડવા!
આ રીતે તેમણે જગતને કલ્યાણ અને નિર્વાણને માર્ગ દર્શાવ્યું હતું. અને એ મહાન મહાત્માને માન અને દેવેએ પણ તેવા જ ભાવપૂર્વક સત્કાર્યા હતા. ભગવાન મહાવીર મહારાજના કાળધર્મ પ્રસંગે અઢાર ગણરાજાઓ એકઠા થયા હતા અને તેમણે તે દેવાધિ. દેવ પરત્વેની પિતાની પુનિત વફાદારી વ્યક્ત કરી હતી.