________________
પુસ્તક ૧-લું
વળી અપાપા નગરીનું નામ પાવાપુરી પાડવામાં ભગવંતનું મહાન વ્યક્તિત્વ જ જવાબદાર છે. આજે જે સ્થળ પાવાપુરીના નામથી ઓળખાય છે તે જ નગર પહેલાં અપાપા નગરીના નામથી ઓળખાતું હતું, પરંતુ દેએ ભગવાન શ્રી કાળધર્મ પામ્યા, તેના મારકમાં એ નગરનું નામ પાવાપુરી રાખ્યું હતું કે જે સ્થાન આજે ભગવંતના સુપુત્ર માટે એક મહાન યાત્રાનું ધામ છે.
ભગવાનના જીવનના અનેક મહાન પ્રસંગ છે, તેમાં ખાસ નેહવાલાયક એક અવસર એ છે કે–ભગવાન જ્યારે કાળધમ પામવાની તૈયારીમાં હતા, ત્યારે સ્વર્ગમાંથી દેવ-દેવીઓ આ સંસાર પર ઉતરી આવ્યા હતા અને તેમણે ભગવાનના દર્શન કરીને પોતાના જીવનને કૃતકૃત્ય માન્યું હતું.
આ રીતે એક દિવ્ય જીવન ભેગવી મોક્ષને પંથે વળી અને પિતાના આત્માનું કલ્યાણ કરી ભગવંતે પિતાના કિંમતી જીવનની સમાપ્તિ કરી. ભગવાનના વારસદારને ધર્મ શે!
જગતના આવા મહાપુરૂષનું શાસન આપણે મેળવી શક્યા છીએ એ આપણાં સદ્ભાગ્ય છે. અને એ સદ્ભાગ્યને શોભાવવાની તૈયારી કરવી એ આપણે ધર્મ છે. લકત્તર મહાપુરૂષે જગતમાં અવતરે છે તે કાંઈ તેમના એકલાના કલ્યાણ માટે જ અવતરતા નથી, કિવા તેમનું પોતાના પરિવારનું જ ભલું કરવું, એવી તેમની દષ્ટિ પણ હોતી નથી, પરંતુ સમસ્ત સંસારના જીનું શાશ્વત કલ્યાણ કરવાની જ તેમની દષ્ટિ હોય છે. જગતના બંધનમાંથી મુક્ત થઈને તેઓ સંસારને શાંતિ કરનારો ઉપદેશ આપે છે, અને તેમાં જ તેમની મહત્તા રહેલી છે. એવી મહત્તાના ધારક અને જગતના તારક શ્રી મહાવીરદેવનું શાસન પામેલાઓએ દિવ્ય વારસાને શોભાવવાને યત્ન કરવાની પ્રતિજ્ઞા કરે, એ ઈચ્છવા જોગ છે.