________________
પુસ્તક ૧-લું માનીએ છીએ તેના એ પ્રવર્તક હતા માટે આપણે રાગવશ થઈને જ ભગવાનનું સ્થાન લેકાર છે, એમ માનીએ છીએ કે એ માન્યતામાં કોઈ બીજું કારણ પણ રહેલું છે?
જે આપણે માત્ર એટલા જ કારણથી જૈન તીર્થાધિપતિને કોત્તર સ્થાન આપીશું તે આપણી પ્રવૃત્તિ રાગમય છે એવું જ જગત માનશે. ત્યારે હવે એ શેાધી કાઢવાનું બાકી રહે છે કેભગવાન મહાવીરદેવનું સ્થાન લકત્તર કેમ છે? આ પ્રશ્નને ઉત્તર જરા ગંભીર રીતે વિચારીએ તે સર્વથા સરળ છે.
જગતના બીજા મહાપુરૂએ જગતની સેવા તે અવશ્ય કરેલી છે, પરંતુ એ સેવા અને તેને પરિણામે આવેલું એ સુખ એ ક્ષણિક સુખ છે. જગતના મિથ્યા પદાર્થો વડે માનવામાં આવેલું એ સુખ તે સુખ નથી પણ દુખ છે, અને જ્યાં એ માની લીધેલું સુખ પુરૂં થાય છે કે તરત જ દુઃખને આવિર્ભાવ થવા પામે છે. ભગવાન શ્રી મહાવીરદેવે દર્શાવેલું સુખ એ અનંત અને અખંડ સુખ છે. અને તેથી જ શ્રી મહાવીર ભગવાનનું સ્થાન જગતના બીજા મહાપુરૂષોમાં લોકોત્તર છે. પ્રભુ મહાવીરની વિશેષતા:
પ્રભુ મહાવીરને માર્ગ જગતને સાચાં સુખ આપે છે, અર્થાત્ શાશ્વત સુખ આપે છે. પિતે કેમ સુખ પામવું? એ વાત જગતના સઘળા મહાપુરૂષોએ કહી છે, જ્યારે જગતના જીવને શાશ્વત સુખી કેમ બનાવવો? એ ઘટના શ્રી મહાવીરદેવે ઉચ્ચારી છે અને એ મહાન તીર્થપતિ એટલા શબ્દોના ઉચ્ચાર સાથે જ અટક્યા નથી, પરંતુ એ શબ્દને પિતાના જીવનમાં ઉતારી તે માર્ગની મહત્તા અને સર્વ—પ્રિયતાને સિદ્ધ કરી છે.
વધુમાં ભગવાને જગતના કલ્યાણ માટે અનેક ઉપસર્ગો સહન કર્યા. ઈતિહાસને પાનેથી ન ભુંસાય એવું આકરૂં દેહદમન કર્યું અને શરીરને અનેક પ્રકારે કષ્ટ આપીને એણે છેવટે સાચી શાંતિને માગ શોધી કાઢ્યો! કે જે માગે આજે હજારે જને ગતિ કરી રહ્યા છે, અને એ લકત્તર માર્ગનું સુખ અનુભવી રહ્યા છે.