________________
આગમત લાલચ લેભ ઈત્યાદિ અનેક દુર્ગામાં ફસાયેલું આપણે જોઈએ છીએ. પરંતુ તે છતાં જગતમાં જન્મીને પિતાની પ્રતિભાને પ્રસરાવી ગયેલા મહાપુરૂષની પ્રતિભાનું એ પરિણામ તે અવશ્ય આવ્યું છે કે–જગત અધર્મને તિરસ્કારતું બન્યું છે. જો કે તે અધર્મ આદર છે, પાપ કરે છે અનાચાર ચલાવે છે એ સઘળું છે, પરંતુ તે છતાં એ જ પાપને અનુસરનારો માણસ પાપ આદર્યા પછી પોતાના કાર્યને માટે પહતાય છે, અને પોતે જે કાર્ય કરી ચુક્યો છે, અથવા કરે છે તે ખોટું છે એમ તે માને છે. મહાપુરૂષોની ઉપદેશધારાને પ્રભાવ:
પ્રિય પાઠક! જગતની આ મને દશા કઈ વસ્તુને આભારી છે? તેને તને વાસ્તવિક ખ્યાલ છે? સંસારવાસીઓ પૈકી કઈકની એ મને દશા કાબુમાં આવી તે પણ મહાપુરૂષને જ આભારી છે. સંસારમાં જન્મ ધારણ કરીને જે રત્નએ આ રીતે જગતને શોભાવ્યું છે, તેના જેટલા ગુણગાન કરીએ તેટલા ઓછા છે, પરંતુ તે સાથે જ એવો પ્રશ્ન પણ આપણા હૃદયમાં સહેલાઈથી ઊભું થાય છે કેજગતમાં થયેલા અસંખ્ય મહાપુરૂષમાંથી કયા નરકેશરીની સેવા વધારે ઈષ્ટ છે? કોનું જીવન વધારે કલ્યાણકારી છે અને કોણે સંસાર તાપમાં દગ્ધ થયેલા અનંત આત્માને શાંતિની મીઠી છાયા આપી છે? વાણી અને વર્તન એક નથી તેને મહાપુરૂષ માનવો નકામે છે :
મહાપુરૂષના જીવનની કિંમત માત્ર તેમના કથન ઉપરથી જ થવા પામતી નથી, પરંતુ તેમનું કથન અને તેમનું વર્તન એ બંને ઉપર તેમના જીવનને આધાર રહેલા હોય છે. જેનું જીવન વાણી અને વચનમાં એકતાનતા અનુભવે છે તે જ સાચો મહાપુરુષ છે. આવા મહાપુરૂષની શ્રેણિમાં ભગવાન શ્રી મહાવીરદેવનું સ્થાન લેકેર છે. ભગવાનશ્રી મહાવીરની લોકોત્તરતા કેમ?
ત્યારે હવે પ્રશ્ન એ થશે કે–ભગવાન મહાવીરદેવનું સ્થાન આપણે કેત્તર શા માટે માનીએ છીએ? શું આપણે જે ધર્મ