________________
આગમ જોત
આરાધનીયપદાર્થની મુખ્યતા સમજવા માટે તે ભાંગાઓને બારીકીથી અભ્યાસ કરવાની જરૂર છે, આ જ્ઞાનાદિની આરાધનાને વિચાર કરવા પહેલાં એ ત્રણની સ્થિતિ વિચારતાં ચિંતામણિરતન ચિંતિત કરતાં અધિક કંઈ દેતું નથી. તેમજ અપૌગલિક એટલે આત્મીય ફલની અપેક્ષાએ તે તે ચિંતામણિરત્ન સર્વથા નિષ્ફલ જ છે, પણ સમ્યગ્દર્શનઆદિ ત્રણે વસ્તુઓ યાવત જન્મ સુધી કલ્પનામાં પણ નહિં આવેલ એવા અને સર્વકાલસ્થાયી આત્માના સુખને અર્પણ કરનાર હેવાથી તે સમ્યગ્દર્શનાદિને રત્નત્રયી કહેવાય છે.
આ રત્નત્રયીની પ્રાપ્તિ જેમ જેમ મિથ્યાત્વાદિક કર્મોને ક્ષયપસમાદિ થાય તેમ તેમ થાય છે. પણ તે ક્ષયે પશમાદિ આત્માના વીર્ય શિવાય તે થતાં નથી. યથાપ્રવૃત્તિકરણ જે કે અનાભોગથી થાય છે એમ કહેવાય છે, પરંતુ તે પણ કમના ક્ષપશમાદિના ઉપયોગ વિના હોય એ વાતની અપેક્ષાએ સમજવાનું છે, પણ આત્માના વીર્યની કુર્તિ શિવાય યથાપ્રવૃત્ત કરણ થઈ જાય છે એમ માનવાનું નથી. રત્નત્રયીની આદ્યપ્રાપ્તિ જેમ કર્મના ક્ષયે પશમાદિથી થાય છે તેવી રીતે તે રત્નત્રયીની આરાધનામાં વધવાનું પણ કમના ક્ષયપશાદિથી જ થાય છે. પણ તે વધવામાં તે ઉપગ અને ઉદ્યમ બનેની જરૂર રહે છે. અર્થાત ગ્રન્થિને તેડવા પહેલાં પણ ભવિતવ્યતા એકલી ઉપર આધાર રહ્યો હેતે, પરંતુ તે વખતે પણ ઉદ્યમની જરૂર હતી. પણ સમ્યકત્વની પ્રાપ્તિ થયા પછી તે ઉપગ અને ઉદ્યમ બન્નેની ઘણી જરૂર રહે છે.
આ વાત જે મનુષ્ય બરોબર સમજી શકશે તેને મેક્ષને માટે તૈયાર થયેલા મનુષ્યોએ અવશ્ય સમ્યગ્દર્શનાદિની આરાધનાને ઉદ્યમ ઉપયોગ રાખવા સાથે કરવાની જરૂર છે, એ બગર સમજાશે.
ધ્યાન રાખવાની જરૂર છે કે નામાદિનિક્ષેપામાં જે ઉપયોગી ગણાય છે, તેમાં પણ જે આગમથકી ભાવનિક્ષેપ છે કે તે કાર્ય કરનાર નથી કે જે આગમથકી ભાવનિક્ષેપ કે જે ઉપગ અને