________________
પુસ્તક ૩ જુ
અર્થાત્ નૈગમાદિ બધા નયપક્ષોની અશુદ્ધઆદિ ભેદોથી અનેક પ્રકારની વકતવ્યતા સાંભળીને એટલામાં જ પર્યવસાન સમજવું કે ચારિત્રગુણમાં સ્થિત હોય તેને સાધુ ગણવે અને કહે, એ. સર્વનયના વિચારોથી શોધેલું વાકય છે.
પણ બધી પ્રરૂપણાનું પર્યવસાન આત્માદિના અસ્તિપણામાં થાવત્ અહિંસાદિના ઉપાદેયપણામાં લાવવું.
આ કારણથી નિર્યુકિતકાર મહારાજ આદિ અનુગરૂપે વ્યાખ્યા કરનાર મહાપુરૂષે નયની વ્યાખ્યાના પર્યાવસાનમાં સરળTળડ્રિગો સાહૂ એમ જણાવી સાધુતાના સ્વરૂપને જણાવતાં સમ્યગ્દર્શનાદિમાં સ્થિતપણું નિશ્ચિત કરે છે.
આવી રીતે નિક્ષેપ અને ભાંગાની અપેક્ષાએ અનૈકાન્તિકતા સમજાય તેમ છે, એટલું જ નહિં પણ ખુદ ભાવ ચમ્યગ્દર્શનાદિકના સત્વની અપેક્ષાએ પણ પ્રાપ્તિમાત્રથી તે સમ્યદર્શનાદિ મોક્ષને દઈ દેતાં નથી. જો એમ હોય તે પાંચમા ગુણઠાણાની શરૂઆતમાં જ છને મોક્ષની પ્રાપ્તિ થઈ જાય કેમકે ત્યાં સમ્યગ્દર્શનાદિ ત્રણે પ્રાપ્ત થઈ ગયેલાં છે, પણ ઉચ્ચ દરજજાનાં થયાં નથી. વળી ઉચ્ચ દરજજાના પણ સમ્યગ્દર્શનાદિ પ્રાપ્ત થાય, તે પણ તેની સતત આરાધના કરવામાં ઉપયોગી હોવાં જોઈએ. અને સમ્યગ્દર્શ. નાદિ આરાધનાના જઘન્યાદિ વિભાગો એક સરખા હોતા નથી.
જે કે સામાન્યરીતે સમ્યગ્દર્શનાદિ ત્રણેની સર્વપ્રયત્ન મેક્ષમાર્ગ તરીકે આરાધના કરવાની સમસ્ત મેક્ષાર્થીઓને ઈચ્છા હોય છે. પણ તેમાં એક બીજાની આરાધનામાં તારતમ્ય રહે છે.
શાસ્ત્રકારે સમ્યગ્દર્શનાદિની આરાધનામાં ત્રણેની આરાધના જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણે પ્રકારે જણાવે છે, અને તે ત્રણેના આઠ ભવે, ત્રણ ભવે અને તેજ ભવે મુક્તિ થવારૂપ ફલા સ્પષ્ટપણે જણાવે છે. પણ તે આરાધનાના ભાંગાઓ અને તેમાં