________________
પુસ્તક ૩ જુ
માન તે ઝવેરીને જ ઘટે :
આ રીતે બધા હીરા હીરા કહેતા થઈ જાય છે, પરંતુ હીરા નામની પ્રથમ પ્રવૃત્તિ કરવાનું માન તે ઝવેરીને જ ઘટે છે, તે જ પ્રમાણે જીવશબ્દની પણ નાસ્તિકે, મિથ્યાદષ્ટિએ, અસમકિતી આસ્તિકે, સમકિતદષ્ટિવાળાઓ, આસ્તિકે બધાય પ્રવૃત્તિ કરે છે, પરંતુ એ શબ્દની સમજ પૂર્વક પ્રવૃત્તિ કરવાનું માન જેનોને-સર્વજ્ઞભગવાનને જ ફાળે જાય છે, એ ચોકખી અને સ્પષ્ટ વાત છે.
ઝવેરીને છોકરે હીરાનું તેલ માપ જાણતું નથી. ભીલ દુબળા વગેરે તે તેનું સ્વરૂપ પણ સમજતા નથી, એટલે તેમને હીરા શબ્દની પ્રવૃત્તિને જ અધિકાર નથી. તે જ પ્રમાણે જૈનોએ જીવને જાણ્યા નથી, જીવના ગુણ જાણ્યા નથી, જીવનું સ્વરૂપ જાણ્યું નથી, તેનું અનાદિપણું જાણ્યું નથી, તેનું અનંતપણું જાણ્યું નથી, તેવાઓને જીવશબ્દ પ્રવર્તાવવાનો પણ અધિકાર જ નથી ! પહેલવહેલી જીવશબ્દની પ્રવૃત્તિ તે જ કરી શકે છે કે જીવના ગુણ,
સ્પરૂપ, તેનું અનાદિપણું, તેનું અનંતપણુ, તેની સ્થિતિ વગેરેને જે પિતે જાણે છે. અલપઝ વિરુદ્ધ સર્વજ્ઞ:
બીજા મતે પ્રમાણે તેમણે અનાદિ જેવી ચીજ માની જ નથી, અનંત જેવી કઈ વસ્તુ તેમના ખ્યાલમાં આવી જ નથી, તેથી જ તેઓ જૈનદર્શનના સર્વજ્ઞ ઉપર શંકા કરે છે, તેઓ એ પ્રકારને વાદ રજુ કરે છે કે જેનોના સર્વને સંપૂર્ણ જ્ઞાન છે કે નહિ? જે જૈનોના સર્વને સંપૂર્ણ અને સર્વ પ્રકારનું તથા સર્વકાળનું જ્ઞાન હોય તે તેમણે જીવનું આદિપણું અર્થાત્ જીવ કયારે ઉત્પન્ન થયે– પહેલવહેલે જીવ કયારે ઉત્પન્ન થયે તે જાણેલું હોવું જ જોઈએ અને જે તેમણે જીવનું આદિત્ય જાણ્યું હોય તે જૈનોને સિદ્ધાંત છે કે
જીવ અનાદિ છે' એ સિદ્ધાંત તેમના જ ચરિત્રનાયકના જ્ઞાન દ્વારા ખોર્ટ કરે છે. જે સર્વજ્ઞોએ જીવનું આદિત્વ ન જાણ્યું હોય તે