________________
૭૬
આગમ જ્યોત
નના આગ્રહી હોવાથીજ સર્વજ્ઞ ભગવાનના ગુણ ગાવાનું હાંકે રાખે છે, બાકી એવું કાંઈ નથી, બધું ઠીકઠીક છે! તે આ ઠીકઠીકવાળાને તમે શું જવાબ આપશે. “અરે! એને તે બેલવાની ટેવ પડી છે બેલવા દેને એને ! એનું કેણ સાંભળે છે!” એવું કહીને આગળ ચાલશો કે જવાબ આપવાને ઉભા રહેશે? જવાબ આપવાને ન ઉભા રહે તે તમે જ્ઞાનને છુપો છો, એ તમારા ઉપર આક્ષેપ છે જ!
તમારી ફરજ છે કે જ્યાં આવી રીતનું અજ્ઞાન છે, ત્યાં એ અજ્ઞાન તમારે અવશ્ય ટાળવું જ જોઈએ. જીવનામને આરંભ કર્યો હેય તે તે સર્વજ્ઞ ભગવાને જ કર્યો છે, જ્યારે બીજા બધાએ તે તેનું માત્ર અનુકરણ કર્યું છે, એ વસ્તુ આપણે શા માટે કહીએ છીએ ? તેને આપણી પાસે પૂરતાં કારણ છે. ભગવાનના આપણે આગ્રહી હોવાથી જ આપણે એ વાત કહેતા નથી, પરંતુ એ વાત સત્ય હેવાથી જ આપણે સત્ય તરીકે કહીએ છીએ. આકાશવાણી થઈ ન હતી ?
હવે એ વાતને વિચાર કરે કે હીરે નામ આ જગતમાં શરૂ કર્યું કેણે? પહેલાં “હીર હીરે” એવી આકાશવાણું થઈ અને પછી ઝવેરીએ નીકળી પડ્યા કે “ચાલે રે ભાઈલા! હીરે શોધી કાઢીએ.” એવું કરી બન્યું નથી. હીરે પદાર્થ હતું. આ હીરો પદાર્થ સૌથી પહેલે જે, તેણે પારખો, એના ગુણ-દેષ જાણ્યા તેનું તેલ-માપ જાણ્યું, તેને બરાબર પીછાણે, અને પછી તેમણે કહ્યું કે ભાઈ આનું નામ “હીર” છેકેળી દુબળાને હીરે નામ શરૂ કરવાનું હોતું નથી, ઝવેરી વિના હીરા નામની પ્રવૃત્તિ કરવાનું હેતું નથી. જે વ્યક્તિ હીરાનું તેલ માપ તેજ કિંમત સ્વરૂપ જાણે છે તેને જ હીરા નામની પ્રવૃત્તિ કરવાનો અધિકાર છે. ઝવેરી હીરાને હીરા કહે છે તે સાંભળીને કહે છે. ઝવેરીના બાળ બચ્ચાં પણ હીરાને હીરે કહે છે અને તેમને હીરે નામ બોલતાં સાંભળી કેળી-કાછીયા પણ હીરાને બદલે કાચના કટકાને હીરે કહેતા થઈ જાય છે.