________________
આગમ
ત
તે ધર્મતત્વને સમજેલા છે?
કમઠ વિચારે છે કે મરણને એક તસુ દુર જેવા છતાં પણ જેઓ દેઢ છે તેઓ સાચા ધર્મતત્વને સમજેલા છે, અને એવા ધર્મવીરને ધન્યવાદ આપ એ જ માનવતા છે. મારે એ મહાપુરુષને ધન્યવાદ આપ રહ્યો. પહેલાં કમઠનો એ વિચાર હતું કે જ્યારે હું પરાક્રમ કરૂં અને એને ચગદી મારૂં? હવે તે વિચાર કરી જાય છે અને ધન્યવાદ આપવાને તૈયાર થાય છે. હીરે એવાઈ જવાથી જેટલી ખોટ આવે છે, હીરે જડવાથી તેટલે લાભ પણ થાય છે. એ દષ્ટિએ પહેલાં શ્રીજિનેશ્વર ભગવાનને ઉપદ્રવ કરવાથી જેટલી અને જેવી દુર્ગતિ બંધાતી હતી, તે રીતે ભગવાન શ્રીજિનેશ્વદેવના જ્ઞાન, શ્રદ્ધા, આત્માનું ખમીરપણું એ સઘળાની અનુમોદના થવા આવી તે સમયે તેટલો લાભ પણ થયે એ વાત સ્પષ્ટ છે. દાવાનળમાં કમળ ઉછ્યું :
દાવાનળમાં કમળ ઉગવું એ ખરેખરૂં મુશ્કેલ છે, પણ તે અહીં બને છે. જે ભક્તિ કરનારા છે, તેવાઓને પણ શ્રીજિનેશ્વર ભગવાનની આત્મદશા સમતાબુદ્ધિ પવિત્ર ધારણાઓએ બધું લક્ષમાં આવવું મુશ્કેલ થઈ પડે છે. પૂજા–ધ્યાન એ બધું કરવા છતાં ભગવાનની આત્મદશા લક્ષમાં આવવી મુશ્કેલ પડે છે. પૂજા, ધ્યાન, ભક્તિ એ ધર્મને બગીચે છે, અને સમ્યફ એ પવિત્ર બગીચામાં ઉગતું કમળ છે. બીજી બાજુએ ભગવાનને દ્વેષ તેમના નાશની ઇચ્છા તેમના વિનાશની પ્રવૃત્તિ એ શ્રેષને દાવાનળ છે. ભગવાનની જે નિત્ય પૂજા કરે છે, આરાધના આદરે છે તેમને પણ ભગવાનના સમતા જ્ઞાન શ્રદ્ધા રૂંવાડે રૂંવાડે રમવી મુશ્કેલ છે તે બીજી બાજુએ કમઠમાં તે દ્વેષને દાવાનળ પ્રકટેલો છે. વર સિવાય ત્યાં બીજુ કાંઈ નથી, શ્રીતીર્થકરના નાશના વિચાર સિવાય ત્યાં બીજે વિચાર નથી, ત્યાંથી પણ પ્રશંસા થાય તે તે પ્રસંગ કેટલે દુષ્કર હે જોઈએ? તે તમે જ વિચારી લે !