________________
જીવ માત્ર ને શું ગમે છે? .
( ૩ )
(પૂ. આગમહારક આચાર્ય ભગવંતે બાલકો સમજી શકે, તેવી શલિથા મોક્ષની ઉપાદેયતા આ વ્યાખ્યાનમાં સમજાવી છે.
સ્વ. પૂ. બાલમુનિ શ્રી મહેન્દ્રસાગરજી મહારાજે આ વ્યાખ્યાન લખીને તૈયાર કરેલ, તે વ્યવસ્થિત રૂપે અહિં રજૂ થાય છે. સં.)
ઈષ્ટનું બહુમાન શાથી?
શાસકાર મહારાજા આચાર્ય સેમમપ્રભસૂરિ ભવ્ય જીના ઉપકાર માટે ધર્મોપદેશ દેતા થકાં સૂચવી ગયા કે-આ સંસારમાં દરેક વિવેકી જનને ધર્મ ઈષ્ટ છે. કારણ જગતમાં સામાન્ય નિયમ છે કે જે વસ્તુ ઈષ્ટ હેય તેના જુઠા શબ્દો પણ સારા લાગે. અનિષ્ટના જુઠા શબ્દો પણ ખરાબ લાગે. ધનાદિ ઈષ્ટ છે તેથી કોઈ આશીવદ દે કે તું ચિરંજીવી, કુટુંબ, ધનવાળો થા! તે તેથી સંતોષ માને છે. કહેનારાના કહેવાથી થવાનું નથી. “ધનાઢય થા!” તેથી ધનાઢય થઈ જતો નથી. પણ તે વખત આંખ લાલ થતી નથી. આ શબ્દો પર તત્વ નથી. અમર થા! કહે તેયે એ શબ્દોમાં સત્યતા નથી. એના કહેવાથી ચિરંજીવી કે અમર થવાના નથી. તેમ કેરિધ્વજ થવાનું કહ્યું, તે કહેવાથી થઈ જવાતું નથી છતાં આંખમાં મીઠાશ કયાંથી આણું? ઈષ્ટ વસ્તુના જુઠા શબ્દો સાંભળવાથી અનિષ્ટ લાગે છે. કઈ ગાળ દે કે નખોદ જાય. તે વખત આંખ લાલ કેમ થાય છે? અનિષ્ટ વસ્તુના જુઠા શબ્દો ઇતરાજ કરે છે. આ વાત લઈને ધર્મમાં આવીએ.