________________
પુસ્તક ૩, જુ
ઉત્તરમાં એટલું જ કહેવાનું કે સાંભળનાર તથા વાંચનારને પણ તે ગ્રંથ માંગલિક છે, એમ જરૂર લાગવું જોઈએ અને તે મંગલાચરણ -જોઈને શિષ્ય વગેરે પણ ગ્રંથ કરતાં તેવી રીતે જ પ્રવૃત્તિ કરશે. મંગલ કરવાથી જ ગ્રંથકાર કયા મતને અંગીકાર કરીને ચાલે છે? તે તથા અમુક સિદ્ધાંત તેને પ્રતિતંત્ર સિદ્ધાંત છે તે પણ તે ઉપરથી માલુમ પડે છે. ને તેથીજ શ્રીગણધર મહારાજ વગેરેને મંગલ કરવાની જરૂર હેતી નથી, કારણ કે તેઓને વિાની સંભાવના નથી. તેમજ તેઓ શાચરચનામાં સવતંત્ર છે. ફક્ત તીર્થકર મહારાજે જણાવેલી ત્રિપદી (૩૦ ટુવા, વિરમે ૬ વા, પુરૂ વા૪) ઉપરથી આગમની રચના છે. એમ જણાવવા તેઓ શ્રી તીર્થકર મહારાજના ગુણ જણાવે છે કે તેમણે (શ્રીતીર્થકર મહારાજે) કહ્યું તે પ્રમાણે પિતાની વક્તવ્યતા જણાવે છે, કે જેથી માત્ર કેવલીઓથી જ દેખી શકાય તેવા પદાર્થોનું કરાનું વિવેચન પણ માન્ય થઈ શકે.
મંગલને માટે ઈષ્ટ દેવને નમસ્કાર કરવાથી શુદ્ધ શ્રદ્ધાવાળાએને તે ગ્રંથ માન્ય કરવા લાયક થાય, કેમકે સ્વમતિથી કરેલું વિવેચન કઈ પણ પ્રકારે શુદ્ધ શ્રદ્ધાવાળાઓને માન્ય કરવા લાયક થતું નથી. અતીન્દ્રિય પદાર્થો (જીવ, ધર્મ, સંવર, મોક્ષ આદિ) ના જ્ઞાન વિના તે સંબંધી કરેલું વિવેચન કેઈ પણ શાણે મનુષ્ય માની શકે નહીં ને તેટલાજ માટે શ્રી કેવલી મહારાજે કહે ધર્મ પ્રમાણ તરીકે માન્ય થવા સાથે મંગલ, લકત્તમને શરણ કરવા લાયક ગણાય છે. આ ઉપરથી ગુરુપર્વદમ નામના સંબંધની સુસંગતતા જણાઈ આવશે.
વિગમ' શબ્દથી ધર્મ લીધે અને “ધ્રુવ’ શબ્દથી ધર્મી લીધો છતાં ઉg શબ્દને બદલે ૩qણ કેમ ન લીધું? સામાન્ય રીતે ઉત્પન્ન થયેલ પદાર્થ વ્યવહારનો વિષય છે, તેથી આવા ભેદ પાડયા હોય એમ જણાય છે. નિત્યત્વ વસ્તુરૂપે છે, છતાં એ વ્યવહારને વિષય નથી..વિગમ એટલે અભાવ કે જે ભાવથી ભિન્ન નથી, છતાંએ એમાં મુખ્યતા અભાવની છે.