________________
આગમ જ્યોત
કૃતજ્ઞતા :
મંગલ કહેવાથી ગ્રંથકારને કૃતજ્ઞ ગણી શકાય છે, કારણ કે જે મનુષ્યને જે દ્વારા ઉપકાર થયે હેય તેને ઉપકારી તરીકે માનીને દરેક કાર્યમાં યાદ કરે, નમસ્કાર કરે, ગુણસ્તુતિ કરે તેજ તે કૃતજ્ઞની પંકિતમાં આવે. દરેક મનુષ્યને શ્રી જિનેશ્વર મહારાજના શાસનપ્રવર્તનના પ્રયત્નથી જ ઉપકાર થયેલ છે. તે દરેક કાર્યમાં તેમની (શ્રીજિનેશ્વરની) સ્તુતિ કરવી યોગ્ય હેવાથી મંગલાચરણ કે જે તેઓની સ્તુતિમય હેય છે, તે કરવું તથા બીજાએને જણાવવા લખવું, તે યોગ્ય જ કહેવાય. ગુણકીર્તન :
મંગલ કરવાથી શ્રોતાને ઉત્તમ પુરુષનું ગુણકીર્તન થાય છે, ને તેથી આત્માની શુદ્ધિ થવા સાથે તેઓ સાવધાન થઈ પરમલાસથી સાંભળે છે અને તેની ઉપર આદરબુદ્ધિની તીવ્રતા થાય છે. એટલાજ માટે શાસકારે કહે છે કે શિષ્યની બુદ્ધિમાં મંગલતા ઉત્પન્ન કરવા માટે મંગલ કરવું જ જોઈએ. ઇષ્ટ અને અધિકૃત દેવતા :
મંગલ કરતાં ઉત્તમ પુરુષોના જણાવેલા ગુણે સાંભળી શ્રોતાઓને સાધ્યબિંદુને નિશ્ચય કરવાનો મુદ્દો મળે છે, ને તેથીજ જેવા પ્રકારનું શાસ હોય છે તેની આદિમાં તેના અધિષ્ઠાતાને નમસ્કાર કરવારૂપ મંગલ કરવામાં આવે છે. આ અધિકૃત દેવતા સ્તુતિરૂપ મંગલ કહેવાય છે. જૈન શાસ્ત્રમાં તે ઈષ્ટ અને અધિકૃત બને પ્રકારના દેવતા શ્રીજિનેશ્વર મહારાજ હોય છે, કારણ કે તેઓના ગુણોનું કીર્તન કરવા સાથે તેને જ સકલ વિદ્યાના મૂલ માનવામાં આવે છે, સહસ્રોગમે હસ્તિપ્રમાણ મણીથી ન લખી શકાય અને સર્વ વિદ્યા આદિનું નિધાન ચતુર્દશ પૂર્વની રચના તેઓનાં વચન ને જ્ઞાનને આભારી છે. કેઈ પણ એવું સવાય દુનિઆમાં નથી કે જે શ્રીદ્વાદશાંગીમાં ન હોય.