SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ આગમ ત એકાતિક માનવું હોય તે પછી સ્યાદ્વાદનો સિદ્ધાન્ત સર્વવ્યાપક છે એમ નહિં કહેવું. એમ નહિં કહેવાનું કારણ એ છે કે પ્રથમ ભાવલિંગથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર એ અર્થ લેવાને છે અને શ્રી જૈનદર્શનની અપેક્ષાએ સર્વ વસ્તુ ચતુષ્યસ્વરૂપ હોવાથી નામ, સ્થાપના અને દ્રવ્યરૂપે જે સમ્યગ્દર્શનાદિ હેય તે મેક્ષનાં એકાંતિક સાધને બનતાં નથી. પણ જે ભાવથી સમ્યગ્દર્શનાદિ છે તે જ મોક્ષનું સાધન બને છે, એ અપેક્ષાએ ભાવલિંગને પણ મેક્ષના અનેકાંતિક સાધન તરીકે ગણી શકાય, વળી તે સમ્યગ્દર્શનાદિ ત્રણે પદાર્થો વપણે કહીયે તે સત્ છે. અને પરપણે અસત છે અને તેવી રીતે ભાવસમ્યગ્દર્શનાદિ ત્રણે સાત ભાંગે છે, તેમાં મેક્ષના સાધન તરીકેના અધિકારમાં એ સ્વભાવ સમ્યગ્દર્શનાદિકનું સત્પણે મેક્ષસાધનપણું છે, પણ તે જ ભાવસગ્યદર્શનાદિનું અસદાદિકપણે મોક્ષના સાધનપણું નથી. સ્યાદ્વાદ દષ્ટિનું રહસ્ય આટલા માટે તે ભગવાન શ્રીહરિભદ્રસૂરિજી શ્રીષેડશકપ્રકરણમાં આગમતત્વને જણાવતાં કહે છે કે આત્માનું અસ્તિત્વ, પરિણામિપણુ, બદ્ધપણું, વિદ્યમાન અનેક વિચિત્ર કર્મથી બદ્ધપણું તે કર્મના વિગોથી આત્માનું મુક્તપણું, તે આત્માને કર્મ બંધાવવામાં હિંસાદિકનું કારણુપણું અને કર્મના વિયેગમાં અહિંસાદિનું સાધનપણું એ આગમતત્વ છે, અને એ આગમના ઔદંપર્યની શુદ્ધિ છે, અર્થાત આત્મ વગેરે પદાર્થો સદાદિ સાતભાંગે નિરૂપણ કરતાં પણ પર્યવસાન આત્માના નાસ્તિત્વઆદિ એકમાં કે નાસ્તિવાદિના સમુદાયમાં લાવી, વિપરીત કે સંદિગ્ધપણામાં આત્માદિની સંદિગ્ધતા ઉભી ન કરવી. થાવત જે આશ્રવના કારણે છે તે નિરાના કારણે અને જે નિજ રાનાં કારણે છે તે આશ્રવનાં કારણે છે એમ કહી આઠવાદિના. હેયપણામાં અને નિર્જરાદિના ઉપાદેયપણામાં અપ્રતીતિ કરી દઈ તેને હેય-ઉપાદેયપણુએ ઉડાવી દેવાં નહિં.
SR No.540006
Book TitleAgam Jyot 1971 Varsh 06
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1971
Total Pages314
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy