________________
પુસ્તક ૨-જુ
૫૫ વિદ્વાન અને સમજુને. દેશના દેવાવાળા ઉપર તમારે અંકુશ, ધર્મના વ્યવહારને અપકાર કરનારા ઉપર અંકુશ પણ જે પરોપકાર વાળાને માથે અંકુશ. દુનિયામાં રક્ષણવાળાને અંકુશ ન હોય અહિ આગળ જે ઉપદેશ દેનારા છે ભવ્યનું રક્ષણ કરનારા તેના ઉપર તમે અંકુશ શાને મેલો છે? તે અંકુશ એટલે બધે. દુનિયામાં ગુનેગાર અવળો ગયેલે નુકશાન નહિ કરે તેનાં કરતાં રક્ષણ કરનાર અવળે પડ્યો તે તે વધારે નુકશાન કરશે. કેટવાલ ચોરીના ધંધામાં ઉતરે તે પ્રજાની નુકશાની વધારે. તેમ અહિ આગળ પણ ઉપદેશ કરનાર જે દુનિયામાં અવળું કરે છે તે સિવાય બીજું કઈ કરતુ નથી. અવળા ઉપદેશ દેનારા ન નીકળે તે દુનિયા અવળા રસ્તે જવાને તૈયાર નથી. દુનિયા પોતાની મેળે અવળે રસ્તે ગઈ હોય તેને ચમકી આપતાં કેટલી વાર ! જે ઉપદેશથી અવળી અસર હોય તેને જુગાજુગ જાય તે ઠેકાણે ન આવે. અહિ પણ એ આભિગ્રહિક આભિનિવેશીક મિથ્યાત્વને પ્રતિબંધ પામતાં વાર લાગે તેટલી અનાહિક મિથ્યાત્વને પ્રતિબંધ પામતાં વાર નથી લાગતી. આભિગ્રહિક આભિનિવેશિકને તીર્થકરોના ઉપદેશ કાર્ય કરનારા થાયે ખરા ને ન થાયે ખરા. કારણ શું? તેમાં આટલી બધી અધમની કટીની સ્થિતિ. તે ખરાબ ઉપદેશ કેને અંગે?
શાસ્ત્રકાર કહે છે કે – "यद् भाषितं मुनींद्र वत् खलु देशना परस्थाने" (षोड० १, श्लोक १४)
દેશના દે જીવની લાયકાત જોયા વગર. બાહા આચારવાળાને વિચારને પરીક્ષામાં ઉતારી દે. વિચારવાળાને વિચાર છોડાવી દે, પરીક્ષાવાળાને પરીક્ષા છેડાવે. તેવા ઉપદેશકની દેશના કેવળ પાપમય જ ગણાય. જે શાસ્ત્રને અનુસરતે છતાં “નિયમનિયમથતુર્થ મનને વશ વર્તતે ચહ્ય” જેનુ મન વશ છે તેને યમ નીયમે કરીને શું? વાત શાસ્ત્રની છે. તે કેને માટે? તે જે યમ નિયમમાં કેળવાઈ ગયેલે હેય ને મન વશ નથી કરતે તેને માટે! પણ યમ નિયમ કેળવ્યા નથી તે કહે કે મન વશ વગર યમ નિયમ શા કામના? અનંતી વખત એઘા મુહપત્તિ લીધા તે સમકિતની મહત્તા માટે. ત્યારે તેને ઉપદેશ ચારિત્ર હટાવવા નાશ દૂર કરવા માટે.