________________
પુસ્તક ૨
૫૧
ધ્યાનમાં ન આવે તે રેચ જલાબ આપે પણ જડ કાઢવી મળની તે કેમ નીકળે? કર્મની જડ કાઢનારી આરાધના જ્યારે આવે ત્યારે ખરી.
આ બધી આરાધના કર્મના મળને તેડનારી છે. મૂળથી ભલે ન કાઢે. દરેક ધર્મના કાર્યો–આચરણે કર્મને કાઢનારા છે બધાની આરાધના કરનારો કયા પદ ઉપર આરાધનાવાળો દઢ નિશ્ચયવાળો થશે તેને નિયમ નહિ. હથિયારો હોય તેમાં કયું હથિયાર કર્યો વખતે કામ લાગશે? પણ તેની તાલીમ લેવી પડશે. બધા અનુષ્ઠાને કર્મનો ક્ષય કરનાર છે માટે આદરવાના રહે છે, પણ કમને નાશ ક્યા અનુષ્ઠાનથી થશે? તે કેવલી સિવાય નિશ્ચય નહિ.
આ વાત વિચારીશું કે સિદ્ધાચલજીને મહિમા ઘણે છે. કાંકરે કાંકરે મેક્ષે અનંતા ગયા, જેઓ તીર્થને નહિ માનનારા તેની મહત્તા યાત્રા આરાધનાને નહિ ખમનારાને પણ કહે છે કે-આ પુદુગલ ઉપર કેટલાં મેક્ષે ગયા, ઘણા. અઢી દ્વીપમાં વાળને અગ્રભાગ નથી, જ્યાં અનંતા મોક્ષે નથી ગયા તે ભાવ નથી. તમારા તીર્થને મહિમા શું? તેની ના કણ કહે છે. અહિ કેટલા ગયા? અનંતાનંત ઉત્સર્પિણ, અવસર્પિણી કાલ માનો એક કાલે એક મેક્ષે જાય તે અનંતા થાય. વાત સાચી છે, તેમ બીજી વાત મેલે. આટલી બધી પવિત્રતા હોત તો એક તીર્થકર મેક્ષે ન જાય? એ કે તીર્થકર વશમાંથી મોક્ષે જાતને? તેઓ અનશન અહિ કરતને? નથી તીથ કરે મોક્ષે ગયા. અનંતા માનો તો દરેક જગ્યા પર અનંતા મોક્ષે ગયા છે; આવા કહેનારા મળે તેને પુછીએ કે
નાવડીએ અને વગર નાવડીએ કેટલા પાર ગયા. નાવડી વગર પાર ગયેલા ગણત્રી બહાર ગયા. નાવડીથી પણ ગણત્રી બહાર ગયા. માટે નાવડી નકામીને ? નાવડીથી કરાય છે, ને તે વગર પણ તરાય છે. ત્યારે કહો કે, નાવડી વગર તરવાવાળા તે સ્વભુજાના બળે, નાવડીથી તરવાવાળા તે નાવડીના બળે. બેય પાર ઉતર્યા તે ચોકકસ. જેને જેને ભુજાબળ ન હોય તે નદીકાંઠે નાવડીની તપાસ કરે. કંઈક નાવડી વગર તર્યા છે તે હાલને આપણે કરીએ તો શું પરિણામ આવે? તે ડૂબવાનું થાય. જેમાં ભુજાબળ તરવા લાયકનું આવ્યું નથી તે મનુષ્ય નાવડીની બેદરકારી કરે તે જીવનમાંથી જાય છે.