________________
આગમ જ્યોત તેથી જ શાસ્ત્રકાર તીર્થકરનામકર્મ નિકાચવાની વખતે તે નિકાચનના ભાવ સાથે માત્ર ત્રણ જ ભવ સંસાર બાકી રાખે તો જ તીર્થકરનામપાત્ર નિકાચિત થાય એમ સ્પષ્ટપણે જણાવે છે.
એ બધી હકીક્ત વિચારતાં તીર્થંકરનામકમને નિકાચિત કરવા વાળે જીવ દેવભવમાં હેય તે પણ સ્વસ્વરૂપના ભાનને ભૂલેલે. હોય જ નહિ, સામાન્ય રીતે સમ્યક્ત્વ ધારણ કરવાવાળા સર્વ જીવે અને વિશેષે તીર્થંકરના ભગવાન છે નારકીમાં સ્વસ્વરૂપને ભૂલતા નથી, પણ તેને અહીં અધિકાર વિચારવાનું નથી અને તેથી જ વીતરાગ પરમાત્મા એટલે તીર્થંકર મહારાજને ઉદ્દેશીને ભગવાન હેમચંદ્રસૂરિજી દેવપણામાં પણ જે વૈરાગ્યની સ્થિતિ જણાવે છે તે સમ્યગ્દર્શનના પ્રભાવને અંગે અણઘટતી હોય તેમ કહી શકાય એમનથી. ભગવાનના ભાવમાં પણ દેવલમીના ભાગમાં વૈરાગ્ય
અથવા તે તીર્થંકરના ભાવમાં પણ ગર્ભથી આરંભીને ઈંદ્ર વિગેરે દેવતાઓ ભગવાનની જે દુન્યવી ભક્તિ કરે છે, તે પણ દેવતાઈ લક્ષમી ગણીએ તે તે મનુષ્યમાં નહિ સંભવતી એવી પણ દેવતાઈ લક્ષમીને ભગવાન તીર્થકરે મનુષ્યપણામાં અનુભવે છે, તે પણ તેમાં તે વૈરાગ્યથી દૂર ગએલા હેતા નથી. રાજ્યસમૃદ્ધિમાં પણ વૈરાગ્ય
તેમ જ તીર્થકરો રાજકુલમાંજ જન્મ અને ઘણા ભાગે રાજ્યકદ્ધિને ભોગવવાવાળા જ હોય, છતાં પણ તે રાજ્યઋદ્ધિમાં રજ પણ રતિયુક્તપણને ન અનુભવે અને સ્વસ્વરૂપના ખ્યાલમાં સતત રહે, એમ ભગવાન હેમચંદ્રસૂરિજીના કથનનું તત્વ સહેજે સમજાય તેમ છે.