________________
વર્ષ–૫, પુ-૧, અર્થને જણાવવાવાળા હોય છે એ ન્યાયને અનુસરીને માત્ર તીર્થંકર પરમાત્મા જ લેવાના છે. દેવભવમાં પણ ભગવાનની નિર્લેપતા
વળી એ પણ વાત ધ્યાનમાં રાખવાની છે કે જે તીર્થકરના પહેલા ભવમાં અત્યંત મોહમાં આસક્ત થએલા હોય અને સ્વસ્વરૂપનું જ્ઞાન છુટી ગએલું હોય તે તેવા દેવતાઓ પણ ભવનપતિ, વ્યંતર
તિષ્ક તે શું પણ સૌધર્મ અને ઈશાનના ઉંચી ઉંચી સ્થિતિવાળા દેવતાઓ પણ એકેંદ્રિયપણામાં ચાલ્યા જાય અને આઠમા દેવક જેવી ઉંચી સ્થિતિએ પહોંચેલા દેવતાઓ પણ પંચેંદ્રિય તિર્યંચમાં ઉતરી પડે આ રીતે એકેદ્રિય કે પદ્રિય તિર્યંચમાં ઉતરી જવાનું કોઈપણ દિવસ તીર્થંકર નામકર્મ નિકાચિત કરવાવાળાને હોય નહિ.
જિનનામ નિકાચિત કરનાર તિર્યંચ કેમ ન થાય?
જે કે તિર્યંચની ગતિમાં યાવતુ એકેંદ્રિયપણમાં પણ તીર્થકર નામકર્મ સત્તામાં હોય છે, એમ શાસ્ત્રકારે જણાવે છે, અને તે જ તીર્થકર નામકર્મની સત્તાના પ્રભાવે તે તીર્થંકરનામકર્મની સત્તાને ધારણ કરનારા છે તેવી એકે દ્રિય આદિ તિર્યંચની સ્થિતિમાં ગયા હોય તે પણ ચિંતામણિ, કલ્પવૃક્ષ કે તેવા ઉત્તમ પદાર્થો તરીકે જ તે જ જન્મ ધારણ કરે છે, પણ આ બધી હકીકત નિકાચિત નહિ કરેલા એવાજ જિનકર્મની સત્તાને અંગે સમજવી.
જિનના નિકાચિત કરનારને ત્રણ જ ભવ
પણ નિકાચિત કરેલા જિનનામકર્મવાળા છે તે સામાન્ય તિર્યંચગતિ કે શું પણ યુગલિક તિર્યંચની ગતિમાં પણ જાય નહિ, પણ દેવગતિમાંથી કેવળ મનુષ્યભવમાં જ આવે અને
આ. ૫