________________
આગમ જ્યોત પત્ની તરીકે રાખવાનું જાહેર કરેલું છે, એટલે જેમ માતાપિતાને કરેલ વિવાહ વર્તમાનકાળમાં પણ પુત્રને કબુલ કરે પડે છે અને કાયદે પણ તેમ કબુલ કરાવે છે, તેમ ભગવાન ઋષભદેવજીએ નાભિકુલકર મહારાજાએ જુગલીઆ સમક્ષ જાહેર કરીને પત્ની તરીકે અર્પણ કરેલી સુનંદાને યુગલધર્મના નિવારણના સમયમાં પત્ની તરીકે રાખી તેમાં કેઈપણ પ્રકારે અનુચિત કર્યું છે એમ કહી શકાય જ નહિ. સુનંદા માટે પુનર્લન કેમ ન માનવું?
ધ્યાન રાખવાની જરૂર છે કે તે વખતે લગ્ન જેવી કિયા જ જગતમાત્રમાં પ્રવર્તતી નહતી, માત્ર લગ્નની ક્રિયા જે પહેલા વહેલી પ્રવતી હોય તે તે ભગવાન ઋષભદેવજીના લગ્ન સુનંદા અને સુમંગલાની સાથે થયાં તે જ વખતે પ્રવર્તેલી છે. સુનંદાના ભગવાનની સાથેના લગ્નમાં દેવી સંમતિ
અને તે લગ્નપ્રવૃત્તિ એકલા નાભિ મહારાજા કે ગષભદેવજી ભગવાનના અભિપ્રાયે થએલી જ નથી, પણ તેજ લગ્નક્રિયા કરનાર અને પ્રવર્તાવનાર તે ઇંદ્ર અને ઈંદ્રાણી જેવી દેવ અને દેવીએ છે. અર્થાત્ લગ્નક્રિયાનું સમર્થન અને પ્રવતન સુનંદાને લાવવાવાળા જુગલીઆ, નાભિમહારાજા અને ભગવાન ઋષભદેવજી કરતાં પણ વધારે તે ઇંદ્ર ઇંદ્રાણ વિગેરેને અંગે જ છે.
આવી રીતે પ્રવતેલી વિવાહકિયાને માન્ય કરનાર મનુષ્ય આ સુનંદાની બાબતમાં પુનર્ધન કેનાતરા જેવા અધમશબ્દો ઉચ્ચારીને પિતાની અધમતા જાહેર કરવા સિવાય બીજું કાંઈ કરતાં હોય
એમ આ લેખકનું માનવું નથી. વચનથી આપેલી પણ ફેરવાય છે છતાં તે પુનર્લગ્ન તે નથી
વર્તમાનકાળમાં પણ વચનમાત્રથી દીધેલી કન્યા કે જેને આપણે સગપણ કે વિવાહ કહીએ છીએ, તે થયા છતાં જે લગ્ન