________________
વર્ષ૫ પુ-૧, થયા પહેલાં વરની જિંદગીની હયાતિને કાંઈપણ જાતને ધક્કો પહેંચે કે તે સંજોગ ઊભું થાય તે તે કન્યાનું સગપણ કે વિવાહ બીજી જગે પર કરી તે બીજે સ્થાને તેના લગ્ન કરવામાં આવે છે અને તેને કેઈપણ આર્યસજજન પુનર્લગ્ન કે કે નાતરું કહેતા નથી તે પછી સુનંદા કે જેના વિધિસર લગ્ન થયાં નથી એટલું જ નહિ પણ વચનદત્ત તરીકે પણ પહેલાંના જુગલી સાથે જોડાયેલી નથી, તેવી પૂર્વે જણાવેલી રીતિ પ્રમાણે લગ્ન થાય તેમાં પુનર્લગ્ન કે નાતરાપણને સવાલ રહેતું નથી. ચિરકાલ ભાઈબહેન અને અંત્યકાલે પતિ પત્ની વ્યવહાર
જુગલીયાઓમાં સાથે જન્મેલા સ્ત્રી અને પુરુષ લાખે પૂર્વે સુધી નિત્રિકારપણે રહેવાથી ભાઈ-બહેન માફક જ રહેતા હતા. તેઓમાં પતિ-પત્નીપણાને વ્યવહાર તે માત્ર જિંદગીના છેલ્લા ભાગમાં જ થતું હતું એ વાતને ધ્યાનમાં રાખનારે મનુષ્ય તે સુનંદા તે મરી ગએલા જુગલીઆની પત્ની હતી એમ બેલવાનું ન્યાયયુક્ત છે એમ કોઈ દિવસ પણ ધારી શકશે નહિ. આ બધી હકીકત વાસ્તવિક રીતે વિચારનારો મનુષ્ય પોતાની અનીતિના સાધન તરીકે આ દષ્ટાંતને લાવી શકે જ નહિ. વિવાહધામથી નીતિ અને બ્રહ્મચર્ય
આવી રીતે ભગવાન ઋષભદેવજીને થએલે અર્થાત્ તેમનાથી પ્રવતેલે વિવાહધર્મ ખરેખર નીતિને સ્થાને ગોઠવનારે જ થયે છે, અને તેજ દિવસથી જગતમાં માતાપિતાએ માનેલી કન્યાની સાથે જ પુત્રના લગ્ન કરવાની રીતિ પ્રવર્તેલી છે. આવી રીતિ પ્રર્વતેલી હોવાથી જ યૌવનાવસ્થા પ્રાપ્ત થાય ત્યાં સુધી નીતિને ખાતર પણ પુત્રને બ્રહ્મચર્ય પાળવાનું નિયમિત થાય છે. વિવાહધર્મના અભાવે કુદરતને કેયડો ઉક્લતજ નહિ
જે આવાજ વ્યવસ્થા ન હતા તે ભગવાન ઋષભદેવજીની વખતે જ ૪૯ જોડલાં એકલા પુત્રના જ જમ્યાં એટલે ૯૮